________________
૧૦૯૬ 1.
દર્શન અને ચિંતન
ભાવ છે. એને બહુ ગ્ય રીતે લેખકે નવા ભજનમાં સ્કુટ કર્યો છે. બે દિવસનું જીવન એ કથનને તાત્પર્યાથે જ્યારે નવા ભજનમાં બહુ ખૂબીથી વ્યક્ત થાય છે ત્યારે જૂના અને નવા ભજન વચ્ચે વિરોધ નથી રહેતું. પહેલેને બંગાથે બીજાને વાચ્યાર્થ બને છે. એટલું ખરું કે સ્થૂલદષ્ટિ લેકે બે દિવસનું જીવન એટલા કથન ઉપરથી વર્તમાન જીવન પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા કેળવે તો તેમાં સામષ્ટિક જીવનનું કલ્યાણ સાધવાની સ્મૃતિ નથી પ્રગટતી. જ્યારે નવું ભજન એ સંસ્કાર ઊભો કરે છે કે તે એવી પૂર્તિ પ્રગટાવે. ખરી રીતે પ્રાચીન ઉગારના ગૂઢ અર્થે ન સમજાયાથી જે દેષ ઉત્પન્ન થાય છે તે આવા સ્પષ્ટીકરણથી જ દૂર થાય. “હંસલે નાનો ને દેવળ જૂનું રે થયું' એ ઉદ્ગાર કેટલે અર્થવાહી છે! પણ તેનું લેખકે કરેલ ભાષ્ય ન હોય તે બહુ ન સમજાય; રૂપકથી આગળ ન વધી શકાય.
ખંડ બીજો
૧. અવતારભકિત
આમાં જે વિચાર મૂક્યો છે તે બહુ કામને છે. અવતાર અને ગુરુભક્તિને નામે જે વિકૃતિઓ જામી છે તેનું નિવારણ થવું જ જોઈએ. અને આ લેખ તે માટે બહુ ઉપયોગી છે. જ્યાં દેખે ત્યાં અવતાર અને ગુરુભક્તિને નામે સંપ્રદાયે ચાલે જ છે. ખૂબી તો એ છે કે એક સંપ્રદાય બીજાના અવતાર અને ગુરુને ભક્તિપાત્ર નથી લેખતે; જ્યારે બધા અત્યંત વિરોધી રૂપે પ્રવર્તે છે. આ લેખમાં બ્રાહ્મણમાનસની જે કલ્પના ચાતુરી, જે વિનોદક શૈલી અને જે રૂપકવર્ણનની હથોટીનો ઉલ્લેખ છે તે સાચે છે. આ લેખ સ્ત્રીપુરુષ દરેકને–ખાસ કરી ભેળા શ્રદ્ધાળુને માટે બહુ કામને છે.
૨. બે દષ્ટિએ - ' બે દૃષ્ટિમાં એક નૈગમ યા વ્યવહાર યા મિશ્રિત કે આરેપિત દષ્ટિ છે,
જ્યારે બીજી શુદ્ધ અને નિશ્ચયદષ્ટિ છે. આરોપિત દૃષ્ટિ પ્રમાણે અવતાર અને ગુરુને પરમેશ્વર માનવામાં આવે છે. એને મૂળ ઉદ્દેશ તે અવતાર અને ગુરુનું બહુમાન વધારવા અને ભક્તિ પોષવાને છે, પણ અવિવેક ભળતાં જ તેનું પરિણામ અનિષ્ટ આવે છે. બહુમાન પામનાર અને બહુમાનનું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org