________________
૧૦૯૮ ]
દર્શન અને ચિંતન સમાનતાને વ્યવહાર સ્થપાયે નહિ. આ બધું સૂચવે છે કે વિચારે વિદ્યુતવેગે ગતિ કરે છે અને આચાર રગશિયા ગાડાને વેગે. ૩. ઉપાસના શુદ્ધિ
આ લેખમાં સત્ય અને અવ્યભિચારિણી ભક્તિ ઉપર ભાર આપે છે.. ધાર્મિકતા માટે એ આવશ્યક છે. માત્ર ધર્મગ્રન્થનું અધ્યયન કે પાંડિત્યપૂર્ણ અધ્યયન કે વિશાળ વાચન ધાર્મિકતા આણી શકતાં નથી. ઊલટું, એવી બહુશ્રુતત્વવૃત્તિ ધાર્મિકતાને રેકે પણ છે. ધાર્મિકતા એટલે ધર્મનિષ્ઠા; ધર્મ નિષ્ઠા એટલે સદ્ગણોની ખીલવણું અને કઈ એક આદર્શ પ્રત્યે અનન્ય નિષ્ઠા. આ એક નિરાળી જ ભૂખ છે, જે અધ્યયનના ખોરાકથી સંતોષી ન શકાય. આવો અંગત અનુભવ છે જ. આ લેખકે જે કે હિંદુધર્મની ઉપાસનાને ખીચડી રૂ૫ કહી છે અને ઈસ્લામની ઉપાસનાને સચ્ચારિણી અનન્ય નિષ્ઠા કહી છે. એ વાત સાચી પણ છે. પરંતુ એમાં જ્ઞાન ન હોવાથી બંને દેષાવહ બને છે. ખીચડી ઉપાસના એટલે ફાવે ત્યાંથી લાભ ઉઠાવવા ફાવે તેને વળગવાની વૃત્તિ. અને એકનિષ્ઠ ઉપાસના એટલે એકને જ વળગવાની વૃત્તિ. આ બંનેમાં જે ચિત્ત જાગતું હોય ને વિવેક હોય તે બંને ગુણાવહ નીપજે. અનેક દેને સમન્વય જ્ઞાનશુદ્ધ હોય તે મુસલમાનની પેઠે અન્ય પ્રત્યે અદેખાઈ કે દ્વેષ ન આવે. મુસલમાનોએ જ અન્ય દેવને વંસ કર્યો છે, તે અજ્ઞાનયુક્ત એકનિષ્ઠાને કારણે. જે ખરેખર તલસ્પર્શી જ્ઞાન હોય તે એકનિષ્ઠ ઉપાસના હોય કે બહુનિષ્ઠ ઉપાસના હોય તોય તે ઉદાત્ત બને. એટલે મારી દૃષ્ટિએ જો જરૂર હોય તો. સમત્વ, ઉદારતા, ચિત્તશુદ્ધિ અને વિવેકની છે. માત્ર ખુદાનો ઉપાસક પણ જો તે શુદ્ધચિત્ત હોય તે ઇતર દેવ પ્રત્યે સહિષ્ણુ તે થવાનો જ. અને અનેક દેવાનો ઉપાસક પણ તે શનિ હોય તે તે પણ આડે રસ્તે ન દેરાય કે કોઈને દરે નહિ. ગાંધીજીની પ્રાર્થના શંભુમેળ હતી તેટલા માત્રથી તે વ્યભિચારિણી હતી અને ઊલટું ઔર ગજેબની નમાજ અવ્યભિચારિણી હોવાથી અનુકરણીય હતી એમ પણ નહિ કહી શકાય. ગાંધીજીમાં સાચી ધર્મનિષ્ઠા અને વિવેકી સમચિત્તતા હતી તેથી તે પ્રાર્થના ખીચડી હેવા છતાં શોભતી. પણ એક મંદિરમાં બેસાડેલ અનેક દેવનો શંભુમેળો એ કુતૂહલવર્ધક બને પણ ચિત્તરોધક કે ધર્મપષક ન બને. કોઈ ફકીર માત્ર ખુદાને માનવા છતાં બિલકુલ વિવેકી, સમચિત હોય તે તેનું સ્થાન અનુકરણીય ખરું. એટલે લેખક અવ્યભિચારિણું ભક્તિ વિષે કહે છે ત્યારે તેમાં વિવેકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org