________________
૧૦૭૮]
દર્શન અને ચિંતન
પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન કર્યા છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે, અને તે વિષયભેદ, વૈદિક ન્યાય કોઈ પણ તત્વને સિદ્ધ કરતો હોય ત્યારે તે સાધ્ય તોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે, જેમ કે આત્મા વગેરે તને વ્યાપક અથવા નિત્ય રૂપે જ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ. બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તોને એક રૂપે જસિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન ન્યાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જેન ન્યાય બીજા ન્યાયો કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલે હોય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રમાણ સ્વીકારી ચાલતું હોય અને કોઈ પણ તરવનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતે. હોય તે જૈને ન્યાય.
એકબીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિઃ એક સંપ્રદાય અમુક તો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેને પ્રભાવ બીજાપાડોશી સંપ્રદા ઉપર અનિવાર્ય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઈ એ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાયો ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય–સાહિત્યના વિકાસમાં ત્રણે સમ્પ્રદાયના વિદ્વાનોએ અને આચાર્યોએ ફાળો આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીને ન્યાય-સાહિત્યને તથા પઠનપાઠનને ઈતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વોની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓનો પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાને પિતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સમ્પ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પિતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથ રચવા મંડી ગયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org