________________
.૧૦૭૬ ]
દર્શન અને ચિ’તન
અને વૈદિક વિદ્વાનેએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને દ્રાતિને વેદના અધ્યયન માટે અયેાગ્ય ધરાવી
स्त्रीशुद्र नाघीयाताम् "
એમ કહ્યું છે.
આ વિરાધી સંપ્રદાયેટની એટલી બધી અસર પડી કે તેને લીધે સ્ત્રીજાતિની ચેાગ્યતા પુરુષ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યાં પણ તેને વિશેષ અધ્યયન માટે અયોગ્ય બતાવવા લાગ્યા હશે.
'
અગિયાર અંગ આદિ ભણાવવાના અધિકાર માનવા છતાં પણ ફક્ત ખારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દૃષ્ટિવાનુ મહત્ત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથાની મહત્તા સમજાતી હતી. દૃષ્ટિવાદ બધાં અંગોમાં પ્રધાન હતું, એટલા માટે વ્યવહારદષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે યોગ્ય માનવા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દષ્ટિથી શારીરિક અશુદ્ધિના વિચાર કરી તેને ફક્ત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હાય એમ લાગે છે.
જા મોટા પાડાથી
ભગવાન ગૌતમબુદ્ધે સ્ત્રીજાતિને ભિક્ષુપદ માટે અયોગ્ય ઠરાવી હતી, પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષુપદની અધિકારિણી ઠરાવી હતી. આ કારણથી જ જૈન શાસનમાં ચતુર્વિધ સધ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકેાની અપેક્ષાએ સાધ્વીએ તથા શ્રાવિકાઓની સખ્યા આરભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમમુદ્દે જ્યારે સ્ત્રીને ભિક્ષુપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દી પછી અશિક્ષા, કુપ્રભવ આદિ કેટલાંક કારણોથી તેમાંથી ઘણી સ્ત્રીએ આચારભ્રષ્ટ થઈ, જેને લીધે બૌદ્ધ સંધ એક પ્રકારે દૂષિત મનાવા લાગ્યા. સભવ છે કે આ પરિસ્થિતિની જૈના ઉપર પણ કાંઈ અસર પડી હાય, જેથી દિગંબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષુપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાૌએ એ પ્રમાણે નહિ કરતાં સ્ત્રીજાતિના ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્ગંળતા, ઇન્દ્રિયચપળતા આદિ દોષો વિશેષ રૂપથી બતાવ્યા, કેમ કે સહુચર સમાજોના વ્યવહારાના એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાય છે.
જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org