________________
૧૨૮]:
દર્શન અને ચિંતન ણામને બુદ્ધિથી પણ બીજે વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામનું નામ ક્ષણ છે. તેવી ક્ષણનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે–એક પરમાણુને પ્રથમ પિતાનું ક્ષેત્ર છેડી બીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલે વખત વીતે છે તે જ વખતનું અર્થાત્ પરમાણુપરિમાણ દેશના અતિક્રમણમાં લાગતા વખતનું નામ “ક્ષણે છે.” આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્વિાના અવિભાજ્ય અંશને સંકેત છે. યોગદર્શનમાં સાંખ્યદર્શનસમ્મત જડ પ્રકૃતિતત્વ જ ક્રિયાશીલ મનાય છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક હોઈ તેને ક્રિયા કરવામાં અન્ય તત્વની અપેક્ષા નથી. તેથી યોગદર્શન કે સાંખ્યદર્શન ક્રિયાના નિમત્તકાર તરીકે વૈશેષિકદર્શનની પેઠે કાળતત્વને પ્રકૃતિથી ભિન્ન કે સ્વતંત્ર નથી સ્વીકારતા, એ બાબત બરાબર સાબિત થાય છે.
(૩) “ઉત્તરમીમાંસા' દર્શન, વેદાંતદર્શન યા ઔપનિષદિક દર્શનના નામે પ્રસિદ્ધ છે. તે દર્શનના પ્રણેતા મહર્ષિ બાદરાયણે ક્યાંય કાળતત્વના સંબંધમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ તે દર્શનના પ્રધાન વ્યાખ્યાકાર શંકરાચાર્યું માત્ર બ્રહ્મને જ મૂળ અને સ્વતંત્ર તત્ત્વ સ્વીકારી અન્ય સૂક્ષ્મ કે ધૂળ જડજાતને ભાયિક અગર તે અવિદ્યાજનિત સાબિત કરેલ છે. તેથી જ શાંકર વેદાંતને સિદ્ધાંત સંક્ષેપમાં એટલે છે કે “ત્રમ સર્ચ કમિથ્યા.” આ સિદ્ધાંત પ્રમાણે ફક્ત કાળને જ નહિ, પણ આકાશ, પરમાણુ આદિ તને પણ સ્વતંત્રતા માટે સ્થાન જ નથી, જોકે વેદાંતદર્શનના અન્ય વ્યાખ્યાકારે રામાનુજ, નિંબાર્ક, મધ્ય અને વલ્લભ કેટલીક મુદ્દાની બાબતમાં શાંકર સિદ્ધાંતથી જુદા પડે છે, પણ તેઓના મતભેદનું મુખ્ય ક્ષેત્ર આત્માનું સ્વરૂપ અને જગતની સત્યતા કે અસત્યતા એ છે. કાળતત્ત્વ સ્વતંત્ર નથી, તે બાબતમાં વેદાંતદર્શનના બધા વ્યાખ્યાકાર એકમત છે.
ર૩. વૈદિક દર્શનની કાળતત્વ સંબંધી માન્યતાઓ જોયા બાદ જૈન દર્શન તરફ નજર આવે છે અને પ્રશ્ન થાય છે કે જૈન દર્શન સ્વતંત્ર કાળતત્વવાદી છે કે અસ્વતંત્ર કાળતત્વવાદી ? આનો સંક્ષેપમાં ઉત્તર એટલે જ મળે છે કે જૈન દર્શનમાં સ્વતંત્ર કાળતત્વની અને અસ્વતંત્ર કાળતત્વની માન્યતાના બન્ને પક્ષે સ્વીકારાયા છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં બીજ પૂર્વદેશ
૧. આ જ પરમાણુની ગતિને દખલે બવવનસારમાં આચાર્ય કુંદકુન્દ આપેલ છે અને તેને ટીકાગ્રંથમાં તે જ વાત સ્પષ્ટ થયેલ છે. જુઓ અ. ૨, ગાથા ૪૬ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org