________________
ભારતીય દર્શનેની કાળત સંબંધી માન્યતા બિહારાન્તર્ગત મગધ પ્રદેશમાં જ રોપાયેલાં. ઉપર્યુકત વૈદિક છ દર્શનેના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેઓની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાન કાલીનતાને પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાળતત્વ સંબંધી પૂર્વોક્ત બન્ને પક્ષોથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈએ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્વ માનનાર અને ન માનનાર એ બે પક્ષે ક્યાં ક્યાં ઉલિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જેવું બાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જેને સાહિત્યના ઉક્ત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વર્ણવ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે?
આ બન્ને પ્રશ્નોને ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય વેતાંબર અને દિગંબર એ બે શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બન્ને માન્યતાઓ મળે છે, ત્યારે દિગંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્વ માનનાર એક જ પક્ષ દષ્ટિગોચર થાય છે.
શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન, વાભિગમ, પ્રજ્ઞાપના આદિ આગમોમાં કાળ સંબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલિખિત થયા છે. દિગંબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વનો એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યકભાષ્ય, ધર્મસંગ્રહણી, તત્વાર્થભાષ્યવૃત્તિ આદિ ગ્રંથમાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ
૧. જુઓ ૨ાત ૨૬, ૩ ૪, ૬. ૩૪. ૨. વાસ્થયન ૨૮, માથા ૭-૮, ૩, ૧, ઝૂ. ૨, ૪. જુઓ અ૦ ૨, ગાથા ૪૧, ૪૭ વગેરે.
૫. ગાથા ૨૬ તથા ૨૦૧૮, આ ગ્રંથ જિનભદ્રગણુ ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ હરિભદ્રસૂરિના પહેલાં નિકટવતી થયેલા મનાય છે. * ૬, આ ગ્રંથ આઠમી-નવમી શતાબ્દીમાં થયેલ શ્રી, હરિભદ્રસૂરિએ રચેલ છે જુઓ ગા. ૩૨ તથા મલયગિરિ ટીકા
૭, જુઓ અ. ૫. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org