________________
ભારતીય દર્શનની કાળતનવ સંબંધી માન્યતા
[ ૧૦૩૧
છે. આ ચેથી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં સ્વીકૃત છે. બાકીની ત્રણ માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે.
- વૈદિક અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ મુખ્યતયા પ્રકૃતિપરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવર્તને કાળ કહે છે, ત્યારે જૈન અરવતંત્ર કાળતત્ત્વપક્ષ ચેતન–અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને યુગ ચેતનતત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમના મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે આ તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દષ્ટિ અનુસારે જગત માયિક અને બ્રહ્મને વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન–અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણમી માનતું હેવાથી તેના મત પ્રમાણે ચેતન અચેતન બન્નેને પર્યાયપ્રવાહ કાળ મનાય છે.
1 જ. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કાંઈ થોડું જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બદ્ધ મતથા કાળ સ્વતંત્ર તત્વરૂપે મનાયેલ નથી.
ઉપસંહાર
આર્ય સાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાંશે પણ ઉપયોગી થશે.
* પુરાતત્વ પુસ્તક માંથી ઉદધૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org