________________
૧૦૨૨ ]
દર્શન અને ચિંતન સંપ્રદાય ન હોવાથી તે વિચારોને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં નથી જણાત, તેપણ તે વિચારે જોવા મળે છે તેવા સંગ્રહવા જરૂરના છે. આજીવક દર્શન આધ્યાત્મિક આઠ પાયરીઓ માને છે. તે આ પ્રમાણે મંદ, ખિણા, પદવીમંસા, ઉજુગત, સેખ, સમણ, જિન અને પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ ભૂમિકાઓ વિકાસક્રમની જણાય છે. ત્યારબાદ મેક્ષિકાળ હોવો જોઈએ.
–પુરાતત્ત્વ પુસ્તક ૧ માંથી ઉદ્ધત. - ૧. મઝિમનિકા નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના સામ-ઝફલસુત્ત પ્રકરણમાં આજીવક સંપ્રદાયના નેતા મંખલી રોશાળ ઉલ્લેખ છે અને મૂળમાં તેના કેટલાક વિચારો આપેલા છે. આ ગ્રંથની બુદ્ધોષકૃત સુમંગલવિલાસિની ટીકામાં આજીવક દર્શનની આઠ પાયરીઓનું વર્ણન છે, જે આ પ્રમાણે છે: (૧) જન્મ દિવસથી સાત દિવસ સુધી ગર્ભનિષ્ક્રમણજન્ય દુઃખને લીધે પ્રાણું મંદ (મેમુહ) સ્થિતિમાં રહે છે. આ પહેલી મંદ ભૂમિકા. (૨) દુર્ગતિમાંથી આવીને જે બાળકે જન્મ લીધેલો હોય છે તે વારંવાર રુએ અને વિલાપ કરે છે, તેમ જ સુગતિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગતિનું સ્મરણ કરી હાસ્ય કરે છે. આ ખિકા (કીડા) ભૂમિકા. (૩) માબાપના હાથ કે પગ પકડીને અગર ખાટલે કે બાજઠ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે, તે પદવીમસ ભૂમિકા. (૪) પગથી સ્વતંત્ર રીતે ચાલવાનું સામર્થ્ય આવે છે, તે ઉજગત (જુગત) ભૂમિકા. (૫) શિલ્પકળા શીખવાનો વખત તે સેખ (શૈક્ષ) ભૂમિકા. (૧) ઘરેથી નીકળી સંન્યાસ લીધેલ વખત તે સમણ (શ્રમણ) ભૂમિકા. (૭) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાને વખત તે જિન ભૂમિકા, (૮) પ્રાજ્ઞ થયેલ ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી બેલ તેવા નિર્લોભ શ્રમણની સ્થિતિ એ પન્ન (પ્રાજ્ઞ) ભૂમિકા.
આ આઠ ભૂમિકાઓનાં નામ અને તેની વ્યાખ્યા બુદ્ધષે આપેલ છે. બુદ્ધઘોષના વખતમાં એટલે ઈ. સ. પાંચમા–છઠ્ઠા સૈકામાં કદાચ આજીવક સંપ્રદાય અગર તેનું સાહિત્ય ડું ઘણું હશે, તે ઉપરથી તેને આ નામો મળ્યા હશે, પણ એટલું તે સ્પષ્ટ જણાય છે કે બુદ્ધષની આ વ્યાખ્યા યુક્તિસંગત નથી, કારણ એ છે કે તેની એ વ્યાખ્યામાં બાળકના જન્મથી માંડી યૌવનકાળ સુધીનું વ્યાવહારિક વર્ણન છે જે આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતું નથી. તેને ખરો અર્થ તે સંપ્રદાય પ્રમાણે છે "હશે તે અત્યારે સાધનના અભાવે કહી ન શકાય, પણ એ ભૂમિકાઓનાં નામ અને તેમાં રહેલ આધ્યાત્મિક વિકાસના ક્રમને સંબંધ વિચારતાં એમ જણાય છે કે આ ભૂમિકાઓને જન્મ સાથે કરશે સંબંધ નથી. તે દ્વારા ફક્ત અજ્ઞાનની પ્રબળતાઓ અને જ્ઞાનની ક્રમશઃ વૃદ્ધિને જ ભાવ સૂચવવાને આશય હોય તેમ જણાય છે. આની પુષ્ટિમાં એટલું જ કહી શકાય કે આવક દર્શન એ પ્રાચીન કાળમાં શ્રમણપથમાંનું એક ખાસ દર્શન હતું અને તેને સંપ્રદાય માટે હતે. તેવી સ્થિતિમાં તેના આધ્યાત્મિક ઉત્કાન્તિને લગતા વિચારે અન્ય શ્રમપંથને અગર બ્રાહ્મણપંથને મળતા હોય તે વધારે સંભવિત છે. છે. હનલે પોતાના ઉવાસંગદસાઓના અનુવાદમાં ભા. ૨ ના પરિશિષ્ટના પૃ. ૨૩ ઉપર બુદ્ધષના ઉક્ત વિચાર આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org