________________
૧૦૨૪]
દર્શન અને ચિંતન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થળ અને સૂક્ષ્મ એ બધાં પરિવર્તને માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલબેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પરિવર્તનનું કાંઈ ખાસ કારણ હોવું જોઈએ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લેકની બુદ્ધિ પરિવર્તનેને ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્વ ઉપર વિચાર થવા લાગે. આ વિચાર તત્વજ્ઞાનમાં દાખલ થયે અને તેણે મતભેદની અનેક પાઘડીઓ પહેરી. ભારતવર્ષ તાત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરોક્ષતત્વને વિચાર કરવામાં તે તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સંબંધમાં દર્શનભેદ
ભારતીય દર્શન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છેઃ વૈદિક, જૈન અને બૌદ્ધ
. વૈદિક સાહિત્યને મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષદોમાં તત્ત્વવિચારણનાં છૂટાંછવાયાં બીજ છે, પણ તેમાં તે વિચારણ
એ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દર્શનેનું રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદમાંથી કાળતત્વને લગતી ચક્કસ માન્યતાઓ મેળવવા અશક્ત છીએ. એ માન્યતાઓ મેળવવા દર્શનકાળ તરફ આવવું જોઈશે અને દાર્શનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનના સ્થૂલ રીતે છ ભાગ કરવામાં આવે છેઃ વૈશેષિક, ન્યાય, સાંખ્ય, ગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. કાળતત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે એ છે દર્શનોના બે વર્ગો કરવા ઉચિત છે: પહેલા વર્ગને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને બીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીને નામે ઓળખીશું.
(૪) પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાને સમાવેરા થાય છે.
૧. કૌશીતકિ, છોગ્ય, બહદારણ્યક, શ્વેતાશ્વતર, મૈત્રિ આદિ અનેક ઉપનિષદમાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે “કાળ’ શબ્દને ઉલેખ થયો છે, તે બધા પ્રસંગે વાંચનાર અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, “કાળ” શબ્દના પ્રયાગનાં સ્થળો માટે “ઉપનિષદ્વાક્યકા’ જે.
૨. પ્રથમ વર્ગમાં વૈશેષિક દર્શન સાથે ન્યાયદર્શન અને પૂર્વમીસાંસાને રાખવાનું કારણ એ છે કે તે બને દર્શન પ્રમેયના સંબંધમાં મુખ્યપણે વૈશેષિક દર્શનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org