________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો
| ૧૦૦ દુર્વાસાને શાપ હતા, તે કારણે દુષ્યન્ત તેને વીસરી ગયે એમ કાલિદાસ કહે, છે. અહીં કુમુદને એ કોઈ શાપ સ્પર્યો નથી. તે પછી અંતર શું અકારણ જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણ કેમ થાય ? શ્રી. ઈન્દુભાઈ પિતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીના સ્વને કામણ કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદય હૃદયને અદય બનાવ્યું, પણ પેલી કુમુદ તે આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સહૃદય અને સદાય રહી. એણે પિતાના બંને પત્રમાં જે ઉદાત્ત અને ઉદાર વૃત્તિ રજુ કરી છે તેમાં મને પિતાને તો સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઈન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશે કઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે –
‘તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહે, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારે, પણ અમારે ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.” (પહેલો પત્ર)
સંસારના જીવનમાં મેંય બ્રહ્મના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, કરું છું. મારુયે જયાની યેગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કમળતા પ્રભુએ કાં ઝેરી હશે ? અસ્થિમય એને કાં ન બનાવ્યું ?” (બીજે પત્ર)–ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચરતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે.
શરૂઆતમાં કુમુદ શું ભણું હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવો કશું નથી જાણતું, પણ એના બે પત્રો એટલું તે, કહી જાય છે કે તેનામાં જેમ સૌકુમાર્ય અને આર્યનારીત્વ અલૌકિક હતું તેમ તેનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જે એ માત્ર સીતા હતા તે મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્રૌપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજજાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદેશી
ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણે દ્રૌપદીની પેઠે ઉચ્ચાર્યા છે. ખરી રીતે કુમુદના એ આર્ય–ઉગારે જ્યારે મોડે મોડે પણ શ્રી. ઈન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊર્યું અને એ હૃદય કઠોર મટી કમળ બન્યું. કમળતાના એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org