________________
૧૦૧૨ ]
દર્શન અને ચિંતન પ્રાચીન કાળમાં શ્રમણપંથની બીજી અનેક શાખાઓ હતી, પણ આજે તે શાખાઓનાં સ્વતંત્ર સાહિત્ય કે સંપ્રદાય કાંઈ પણ શેષ નથી. શ્રમણપથની અનેક પ્રાચીન શાખાઓનાં છૂટાંછવાયાં નામ અથવા અસ્તવ્યસ્ત મંતવ્યો વર્તમાન સંપ્રદાયના સાહિત્યમાં મળી આવે છે. તેમાં આજીવક સંપ્રદાયનું નામ ખાસ નોંધવા જેવું છે, કારણ કે તેનાં અન્ય મંતવ્યો સાથે આધ્યાત્મિક ઉલ્કાન્તિના ક્રમને લગતા કેટલાક વિચારે બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. બાહ્મણપંથ અને શ્રમણુપંથની અનેક ભિન્નતાઓમાંની એક ભિન્નતા એ છે કે જ્યારે બ્રાહ્મણ પંથનું સાહિત્ય મુખ્યપણે સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારે છે, ત્યારે શ્રમણપંથનું સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત ભાષાનું ગૌરવ વધારે છે. આ કારણથી અને અન્ય કારણથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને લગતા તે બને પના વિચારમાં ભાષા, પરિભાષાને અને પ્રતિપાદન પદ્ધતિને ભેદ હોય તે સ્વાભાવિક છે, છત સંક્ષ્મ દૃષ્ટિએ નિમજ્જન કરનારને તે વિચારેનું ઐક્ય સમજાયા સિવાય રે .. નહિ.
આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેનાં આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેને આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિઝમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સારદશા અને તેના પછીની સ્થિતિ એ મોક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે ? () આધ્યાત્મિક અવિકાસ, (૨) આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) મોક્ષ.
આ આત્મા સ્થાયી સુખ અને પૂર્ણજ્ઞાન માટે તલસે છે, તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતા નથી. છતાં તે દુઃખ અને અજ્ઞાનના વમળમાં ગોથાં ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે, પણ તેને ઉત્તર તત્વને સ્કૂલે છે. તે એ છે કે “સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન ન મેળવે ત્યાં સુધી સંતોષ પામી શકતો નથી, છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદ્વેષના એવા પ્રબળ સંસ્કારે છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તે પણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતો
૧, જુઓ દીધનિકાય, બ્રહ્મજાલસુર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org