________________
૯૮૮ ]
દર્શન અને ચિંતન યમ–હે યમ! તું બાયેલો છે. તારા મનને અને હૃદયને અમે ન જાણ્યું. કેડને પટે જેમ જોડાયેલાને, લિંબુજા (વેલી) જેમ વૃક્ષને તેમ તને બીજી આલિંગન કરશે. (૧૩)
યમ–અન્ય તને અને તે અન્યને આલિંગન કર–લિંબુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઈચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ). (૧૪)
આખ્યાન-૨ ભગવાન ઋષભદેવના પ્રધાન બે પુત્રો નામે ભરત અને બાહુબલિ (એરમાન) હતા. ભારતની સહેદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહેદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. સુંદરીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભારતને નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રાવિકા જ રહી.
ઘણા લાંબા કાળની દિગ્વિજય-યાત્રા કરી પાછા ફર્યા બાદ ભારતે પિતાના બધા સંબંધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારીઓ સૌથી પહેલાં સુંદરીને ભારત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીઓને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજભંડારમાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારકોની કમી છે? શું ચિકિત્સકો નથી? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે! અધિકારીઓ બોલ્યા : પ્રભો ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તે જ્યારથી આપ દિગ્વિજય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છોડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આયબિભત્રત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં ક્યાં ત્યારથી સંજય વડે ત્યાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. બસ, આઢવું જ સાંભળતાં ભરતને સાચે ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આહ પ્રમાદ! કયાં અમારા જેવાની વિષયાસક્તિ અને જ્યાં સુંદરીનું તપ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પિતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થશે.
આખ્યાન-૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પિતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રામતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org