________________
૧૦૦૦ ]
દર્શન અને ચિંતન એવી ઘણું શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પરિવાજિકાઓના અનેક મઠોને ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઈતિહાસની એ વાતને ટકે મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષુણીઓનો પણ મોટો વર્ગ હતું, અને તે અનેક પંથોમાં વહેંચાયેલું હતું. વધારે સંભવ એવો છે કે એ પરિત્રાજિકાઓ વૈદિકતર • પરંપરામાંની હેય. - ૭, પ્રથમ મુલાકાતે પરસ્પર આકર્ષણ વાદી પંડિત ગમે તે કુતૂહલવશ કે વાદનું બીડું ઝડપનાર એક નારી છે, તે તે કેવી હશે? પણ બન્ને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તે કેમ કાઢ એ મૂંઝવણનો ઉકેલ પણ બન્નેએ મળી શેધી કાઢ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પંડિતની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિત્રાજિકા એની યુક્તિ-ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રબળ આકર્ષણ સૂચવે છે. બન્ને જણ પિતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે.
૪. નગરનારીઓની ફરિયાદઃ એ તે હંમેશને અનુભવ છે કે જ્યારે પુરુષો સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની રેજિંદી ફરિયાદ રહે છે કે આટલું મોડું કેમ કરે છે ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને મેઢેથી રજ કર્યો છે. મોડું થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બદલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોને ગર્વે ગાળી રહી છે. પુરુષોના મેડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીઓને મેટું આશ્વાસન એ મળ્યું કે અમે નહિ તે અમારી એક બહેન પુરુષના ગર્વને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પિતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના ઉત્કર્ષથી રાજી થાય છે; પિતાની જાતને પાછળ રાખીને પણ પતિદેવને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાને આખો નારીવર્ગ પિતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પંડિતને પરાજયની દિશામાં જતો જોઈ કેટલી રાજી થાય છે! બધી જ સ્ત્રીઓ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે ઠીક થાય જે પુરુષ હારે તે ! વ્યક્તિગત રીતે પુરુષને જય વાંછતી નારી સામુદાયિક રીતે પુરુષવર્ગને પરાજય કેમ ઈચ્છતી હશે, એ એક માનસશાસ્ત્રીય કેયડે તે ખરો જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિજાતીય એવા બે ચિત્તપ્રવાહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org