________________
૯૯૮ ]
દર્શન અને ચિંતન અપરાધ નથી કરતે, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લેખાતો નથી તે નાગ. ફરી એણે પૂછયું કે ભદન્ત! વેદક કણ કહેવાય ? અનુવિતિ એટલે શું ? અને વીર્યવાન કેવી રીતે થવાય ? આજાનેય ક્યારે કહેવાય ? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદોને જાણ બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક. અંદર અને બહારના નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે કલેશનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણુઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાન, બધાં બંધને છેદી પાર ગયો હોય તે આજાય. એ જ રીતે ક્ષેત્રા, કુશળ, પંડિત, મુનિ, શ્રેત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદોને સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યું, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી :
“હે ભગવન ! જે ૬૩ શ્રમણ દૃષ્ટિઓ-દર્શને છે તે બધાંથી તમે પર છે. તમે દુ:ખનો અન્ત કર્યો હોઈ દુઃખાન્તક છો. તમે નિપદ પામી નિષ્કપ થયા છો. નાગેના નાગ અર્થાત હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવદાનવો પ્રશંસે છે. મેં જે જે શંકાઓ મૂકી તેને તમે ખુલાસો કર્યો. હે વીર! તમે જરા પિતાના ચરણ પસારે. આ સભિક તે ચરણોમાં પડી તમને વદે છે.”
ત્યાર બાદ તથાગતે સકિને ભિક્ષુક પદથી સંબોધી પ્રવજ્યા આપી પિતાના સંધમાં લીધે.
વાચકેના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ પિોષાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપયુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંકેતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં જ પતાવાશે.
૧. વિજયેરસઃ પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રચે છે. વિશેષ માનવજાતિનો ઈતિહાસ તે હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તે જાણીતું છે જ, પણ શાસ્ત્રવિજયની કથાય હજારે વર્ષ જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઈતિહાસમાં તે આવે જ છે. વિદ્વાને અને જ્ઞાનીઓનો પ્રથમ પ્રયત્ન એ રહેતો આવ્યો છે કે પોતાના વિષયના હરીફને કોઈ પણ રીતે તે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org