________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૦૯એકનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મકીર્તિના એકસ્વભાવત્વના સિદ્ધાન્તની વિરુદ્ધ પડે છે. તેથી અચંટ સ્વામી સમંતભવની પ્રસિદ્ધ એક કારિકાને, અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિન્દુટીકા પૃ. ૧૦૫, પં. ૧૫), ૩. હેતુબિન્દુતીકાલક
શરૂઆતના બે અને અંતના ચારે પોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે, અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પો. અનેક સ્થળે ઉદ્દત કર્યા છે. દુર્વેકની શૈલીગત વિશેષતા પણ અચંટના જેવી જ છે. તે એ કે જ્યારે તે કોઈ શબ્દ કે પરિભાષાનું અર્થ કથન કરવા ઈચ્છતે. હોય ત્યારે તે એટલું બધું વિશદ અને વિસ્તૃત ઉત્થાન રચે છે કે તેમાં પૂર્વપક્ષ સંપૂર્ણપણે આવી જવા ઉપરાંત સિદ્ધાન્તી બૌદ્ધને ઉત્તર પણ સમાઈ જાય છે, અને પછી વ્યાપેય પદ કે પરિભાષાનું શાબ્દિક વિવરણ જ માત્ર બાકી: રહે છે. આ શેલી અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. દુર્વેકે પણ અર્ચટની, પેઠે પિતાના સમય સુધીનું બૌદ્ધ-બહેતર દાર્શનિક અને તાર્કિક વાલ્મય સૂક્ષ્મ દૃષ્ટિથી અવગાહ્યું હોય તેમ લાગે છે. દુર્વેકની અચંટ કરતાં પ્રકૃતિગત એક વિશેષતા એ લાગે છે કે તે વિચારમાં વધારે સ્વતંત્ર છે; એટલે સુધી કે જે અચંટનું તે હાર્દિક બહુમાન અને જેની કૃતિનું વિવેચન કરે છે. તેના જ વિચારેથી કેટલીક વાર જુદો પડે છે અને આંધળિયું સમર્થન કરતું નથી.
[૪] વિષય પરિચય હેતુબિન્દુને મુખ્ય વિષય છે હેતુનું સ્વરૂપ નિરૂપણ. એ વિષય સૂચવતી, પ્રથમ કારિકા છે–
पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतु स्त्रिधैव सः ।
अविनाभावनियमाद् हेत्वाभासास्ततोऽपरे ॥ અર્ચને પોતાની વ્યાખ્યામાં આ કારિકા ઉપરથી ત્રણ અથવા છ પ્રતિપાદ્ય વિષે સૂચવ્યા છે, જ્યારે કર્ણગેમએ ચાર વિષે સૂચવ્યા છે. અનુક્રમે તે વિષયે આ પ્રમાણે છેઃ ૧. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) સંખ્યા નિયમદર્શક પ્રમાણ. ૨. (૧) હેતુનું સ્વરૂપ, (૨) હેતુસંખ્યા નિયમ, (૩) વિવિધ હેતુમાં હેતુત્વનું અવધારણ. (૪) સંખ્યાનિયમ અને
૧ હેતુબિન પ, ૯ ૫, ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org