________________
હરિ
દર્શન અને ચિંતન ધમકીર્તિને વ્યાખ્યાકાર કર્ણગેમી જૈન તાર્કિકસમત અન્યથાનુપપત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ ક. ૩૬૪, કર્ણ. પૃ. ૯).
કાર્યથી કારણના સાધક ધૂમ-વહ્નિ જેવાં અનેક અનુમાન પ્રકારે સર્વ સંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાન પ્રકારે એવા હોય છે કે તે સર્વસંમત હોતા નથી. જ્યારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્વ હેતુ સહેલું છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન માન્ય નથી. જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા અને સહેતુ કરાવે છે, ત્યારે તે અન્ય પરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકાર વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વસ્તુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારે પડી જાય છે. કોઈ હેતુ એવો હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અન્વયેવ્યક્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેક વ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેક હેતુને પણ સહેતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેક વ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સહેતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સહેતુ માની લેવામાં કેટલાકને કશે પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તો સહેતુ વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકાર પડી જાય છે. તે બધામાંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પોતપોતાની તર્કપરંપરા સ્થાપવાના અનેક પ્રયત્ન થયા છે. દરેક પ્રયત્નકાર પિતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતને સમાવવાનો પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થોપત્તિને જુદું પ્રમાણુ માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિને જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઇષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અર્થપત્તિના બધા દાખલાઓને, અર્થપત્તિને અનમાનમાં સમાવનાર બધા જ તાર્કિકે, પિતાની પક્ષ–સપક્ષ-વિપક્ષની કલ્પના દારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાન લેખનાર જ્યારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ધટાવી લે છે. વ્યતિરેકવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org