________________
હેતુબિન્દુને પરિચય
[ ૧૧ શિંશપાત્ર જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હોય ત્યાં તાદામ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યથી વહ્નિ જેવા કારણનું અનુમાન થતું હોય ત્યાં કાર્યકારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યું છે. કંઈ ફળમાં રૂપવિશેષથી રસવિશેષનું અનુમાન કરે છે, ત્યાં બૌદ્ધતર પરંપરાઓ સાહચર્યસંબંધ માની વ્યાપ્તિ ધટાવે છે, અને કૃતિકાનો ઉદય જોઈ શકટ નક્ષત્રના ઉદયનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ઘટવે છે. આવાં બધાં જ સ્થળોએ દિનાગ અને તેને અનુયાયી ધમકીતિ તાદામ્ય અગર તદુભત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ સિદ્ધ કરવો હોય ત્યાં પણ તેઓ સાક્ષાત કે પરંપરાથી તાદાઓ ને તત્પત્તિને જ નિયમ ઘટાવી સ્પષ્ટ ઘોષણા કરે છે કે –
. “ कार्यकारणभावाद्वा स्वभावाद्वा नियामकात । अविनाभावनियमोऽदर्शनान्न न दर्शनात् ॥"
– માળવા. રે, રૂ. આ જ મુદ્દાને ધમકીર્તિએ હેતુબિન્દુમાં સવિશેષે સ્પર્યો છે.
હેતુબિન્દુમાં હેતુનું લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપે વર્ણવાયેલાં છેઃ પક્ષમાં સત્ત્વને નિયમ, સાક્ષસત્વ અને વિવેક્ષાસત્વ. આ ત્રણ રૂપે તર્કશાસ્ત્ર જેટલાં તે જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિન્નાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોકકસ નિર્ણય ન હોય. વસુબંધુએ પણ ઐરૂણને સ્વીકાર કર્યો છે. (જુઓ ન્યાયવા. પૃ. ૧૩૬, તાત્પર્યા. પૃ. ૨૯૮) સાંખ્યકારિકાની માઠરવૃત્તિમાં પણ એ જ ત્રણ રૂપો ગણાવ્યા છે. તર્કશાસ્ત્ર અને માઠરવૃત્તિ બન્નેને ચીની અનુવાદ પરમાર્થે કરેલે છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જેકે રૂપોની સંખ્યા ગણાવી નથી, પણ હેતસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપ જ માન્ય હશે. આ ત્રણ રૂપમાં ઉમેરો કરી પાંચ રૂ૫ માનનાર અને છ રૂપ માનનાર કેણ કેણું છે તે ચક્કસ થતું નથી, પણ ધર્મકાતિએ પાંચ અને છ રૂપનું ખંડન કર્યું છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધર્મકાતિ વચ્ચે. ના સમયમાં ક્યારેક પાંચ અને છ રૂ૫ની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપરંપરા અન્યથાનુપપત્તિને જ હેતુનું એક સ્વરૂપ માને છે. એને સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર (કા. ૨૨)માં છે. ધર્મકીર્તિએ જૈનસંમત એકરૂપનું ખંડના નથી કર્યું; એનું કારણ ગમે તે હોય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org