________________
હ૬૮ ]
દર્શન અને ચિંતન સાથે અથડામણ નથી આવવાની એમ માની તેટલાને બચાવ કરવામાં આવે તે બચાવની એ જ દલીલ ઉચ્ચ શિક્ષણમાં. પણે લાગુ પડે છે.
આ તે એક તાર્કિક દલીલ થઈ, પણ અથડામણને પ્રશ્ન વિચારીએ ત્યારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈએ. અથડામણ ઊભી થાય છે તે તે માનસિક દેષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાઓની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હોતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્વાકાંક્ષા વધારે પડતી નથી હોતી ત્યાં બે જુદી જુદી ભાષાઓ બોલનાર વચ્ચે પણ કદી અથડામણ મચી જાણ નથી. એથી ઊલટું, એકભાષાભાષી વ્યક્તિઓ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સંરથાઓમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લોભથી માનસ વિકૃત બને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણુનું કારણ છે, તે તે એમ માનવા બરાબર છે કે ચહેરાભેદ અને પિશાકભેદ પણ અથડામણનાં કારણે છે.
- ધારે કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહિ પણ બીજા બધા પ્રાન્તો બધભાષા તરીકે માન્ય રાખે–જેમ કે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે–તે શું એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણને બધે સંભવ ટળી ગયો? આપણે જોયું છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સભાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લેભ ઉદય પામ્યો છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જે આ અનુભવ અબાધિત છે તે અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણ કેવી રીતે ટળવાની ? એટલે જે પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હોય (અને તે ટાળવી જ જોઈએ) તે એ માટે માનસિક તુલા સમધારણ કરવાને જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના બધા સુપુત્રએ દર્શાવ્યો છે. મહાત્માજી અને શ્રી. અરવિંદે પણ એના પર જ ભાર દીધો છે.
પ્રાન્તભાષાઓ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણને કઈ જ સંભવ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org