________________
સન્મતિતર્ક અને તેનું મહત્વ
[ ૯૩૧ ભારતીપૂજામાં ગૂજરાતને ફળો
સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગોને મુકાબલે ગૂજરાતનું સ્થાન ક્યાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તે ગૂજરાતીઓને જાગ્રત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને ઈતર પ્રાન્તના દેશવાસીઓને ગૂજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અને ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું બસ થશે કે ભારતીમંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાતિએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તે ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગૂજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ઘણે અંશોમાં તે તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહિ, પણ બીજા પ્રાંત કરતાં ચઢિયાતુવે છે.
જૂના યુગને બાદ કરી એતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનેને જોઈ એ છીએ તે તેઓ વ્યાકરણ, કેષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ,
તિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથ રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકર્ષક ભાષ્ય અને ટીકાગ્રંથ રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્વાને આગમિક અનેકાન્તવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રંથને રચી જાદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાને વળી તંત્ર, શૈવ અને પાશુપતદર્શન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરછ શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રે પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાઝેવીની અભ્યર્થના કરતા દેખાય છે. - સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલે ભાગ આપ્યો એનું પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તે એમ જ માનવું જોઈએ કે એ બધે ફાળે ગૂજરાતે આપેલે ફાળો જ છે, અને તેમાં જ ગુજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. - જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org