________________
૯૪૪ ]
દર્શન અને ચિંતન
સભામાં જેને ગવ તૂટી ગયા છે એવા વાદી પાતાની મિથ્યા આત્મસંભાવનાથી આષાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળા થઈ ઊંધ લઈ શકતા નથી. ૧૩
જો વાદી કાઈ પણ રીતે જીતે તે તેથી થતી ખુશીમાં તે મર્યોદા તાડી આત્મપ્રશ'સાથી ફુલાઈ જઈ ત્રણ લેકની અવજ્ઞા કરે છે, પરન્તુ જો હારે તો તે વાદી ક્રોધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પોતાની ઝાંખષને દૂર કરે છે. ૧૫, ૧૬.
જ્યારે વાદી વાદ કથા નથી સહી શકતા ત્યારે માનભંગના ભયથી ગરમ અને લાંો નિસાસા મૂકે છે અને તે રમ્ય સ્થાનામાં પણ બેચેનીથી સંતપ્ત થયેલા હાઈ મિત્રાના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચને ખેલવા લાગે છે. ૧૭
સર્વ શાસ્ત્રકારે ને એ મત છે કે અહંકાર એ જ દુ:ખનું મૂળ છે, છતાં તે જ અહંકારના આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ૧૮
પેાતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાના સિદ્ધાંત જાણી લેવા આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ક્ષેાભ પમાડવાના ઉદ્દેશથી તેના સિદ્ધાંત જાણવા એ તે સજ્જનો માટે અનાચાર જ છે. ૧૯
પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાન્ત થયેલું આ જગત સર્વનાથી પણ એકમત ન થયું તે પછી તેને કયા વાદી એકમત કરી શકશે? ૨૦
સજ્ઞના જ વિભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ ( અલ્પદ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તો તેમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી. એવા અપનો જે કાંઈ ચાઠુ જાણી શકે છે તે જ આશ્રય માનવું જોઈ એ. ૨૧
પામર જનાનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન ખોલવા માટે જ જેનાં મુખ તત્પર હોય છે એવા ધૃજનાએ કલહને મીમાંસાના નામમાં ખલી નાખ્યું છે. ૨૪
ખીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગરવિલ એ મુક્તિ પામે. ૨૫ અહીં-આ લાકમાં જ્યારે મનુષ્ય સર્વ અશાથી નિર્વાંચન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org