________________
સન્મતિત અને તેનું મહત્વ
[ ૯૩૭ પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગેથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદના ભાવથી શિલ છે. ” ૧, ૧૮.
ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તે અદ્ભુત છે, એવું એ બીજા કેઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે –
કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મને ફળને ભક્તા છે—એ સિદ્ધાંતને અવલંબી તેં જે આઠ પ્રકારનું પૌગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજે કઈ કહી શક્યો નથી.” ૧, ૨૬.
કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી, એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હું શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તે માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭. - એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રે અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે છે– - “હે લેકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમેઘ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણો તે ઘણુય જાજવલ્યમાન છે, છતાંય અન્ધકારપ્રિય ઘૂવડના કુલને માટે તે તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩. " પાપ અને પુણ્ય વિશેની લેકેની અજ્ઞાનતાને ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે –
માણસ જે પાપને વાંછતા નથી તે પાપનું સ્વરૂપ પણ સમજ સ્થી અને જે પુણ્યને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલે મનુષ્ય હેયોપાદેયને વિવેક શી રીતે કરે ? ત્યારે હે સુગત! ૧. સરખાવો– “અકૃત્રિમવાસુદ્ધાં ઘરમાથમિધામિની . सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥'
–આ. હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમને ઉલ્લેખ' પુરાતત્વ પરતક ૩. પ્ર. ૧૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org