________________
હ૩૮ ]
દર્શન અને ચિંતન તેં તે હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત ધણા લે કે પુણ્યને જ પિતાનું હિતકર સમજીને સકામપ્રવૃત્તિ કર્યો કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તેં તે પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯.
ઈદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનને અધિક મહિમા વર્ણવતાં કહે
જગતના જે અંધકારને નાશ સહસ્ત્રલોચન-નું વજ પણ ન કરી શક્યું, સહસ્ત્રકિરણવાળે સૂર્ય પણ ન કરી શક્યો, હે ભગવન્! તે જ અંધકારને તે ભેદી નાખે.” ૪, ૩
વાસના થી ભરેલો માનવ ભગવાનની મુદ્રને જોઈને સંતોષ પામે કે કેમ? એ વિશે જણાવે છે કે –
(હે ભગવન ! તું તે સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયથી પર છે ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષય કષાયોથી ભરેલું છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટે સ્તંભ પરિતોષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિતેષ કેમ થઈ શકે?” ૪,૪.
અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે
સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્! તારામાં–તારા અનેકાંતવાદમાં બધી દષ્ટિએ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી. નદીઓમાં ક્યાંય સમુદ્ર કળાતા નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતદૃષ્ટિઓમાં તું ક્યાંય કળા નથી. ” ૪, ૧૫.
પિતાપિતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી. સિદ્ધસેનને કહે છે કે, “અમુક વિચાર તે ન છે, તમે પણ આજકાલના છો અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.” આ વાદીઓ પ્રત્યે તેઓના ઉદગાર. આ પ્રમાણે છે– ૧. જુઓ અને સરખાવો. “જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની છે, તટિનીમાં સાગર ભજના રે.”
ઘરું છે કે ૬ir –આનંદઘનજીનું નમિનાથનું સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org