________________
૯૩૪ ]
દર્શન અને ચિંતન
થયા, વાકયો ખડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી ત્રીસેક પ્રતિ ઉપરથી સ ંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેમાં પાર્ટ-પાઠાંતરે કાયમ રાખી અનેક દૃષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવાં ટિપ્પણ કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથાના ઉપયોગ છૂટથી કર્યો છે. એ ઉપયાગમાં અમુદ્રિત પણ ધણા ગ્રંથા કામમાં આવ્યા છે.
સ્યાદ્દાદમંજરી કે સ્યાદ્નાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્રદિકલ્પલતા ટીકા કે નયામૃતતર ંગિણી, પ્રમેયકમલમાત્તંડ કે પ્રમેયરત્નકાષ, સિદ્ધિવિનિશ્ચય કે ન્યાયવિનિશ્ચય, અષ્ટસહસ્રી કે ન્યાયકુમુદચંદ્રોદ્ય, નયચક્ર કે અનેકાન્તજયપતાકા કાઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયોગી થાય એ દૃષ્ટિએ જ ટિપ્પણમાં પ્રચુર ગ્રંથાના ઉપયેાગ કરવાની પ્રેરણા આપી છેઅને વિદ્યાપીઠના ઔદાર્ય અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે.
ઉપસંહાર
એ કહેવાની ભાગ્યે જ જરૂરી છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનુ ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંશાધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હાય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન બહુભાગ્ય કરવા કહા એના ગૂજરાતી, હિંદી આદિ અનેક ભાષાઓમાં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈશે અને અનુવાદ મારફત જેમ ઉપનિષદો કે દાર્શનિક-વૈદિક ગ્રંથ વિશેષ તે વિશેષ લોકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય.
દિવાકરશ્રીના ગ્રંથરચનાના ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લેાકપ્રિય તેમ જ વિદ્વપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેએબીએ કેવળ સંસ્કૃતમાં કે વળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બન્ને ભાષાએમાં થરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃશ્ય રહી છે, પણ એ વિરાધ દૂર કરવાના અને તેની ઉચ્ચતમતાને આસ્વાદ લેવાને કલિયુગ હવે આવી લાગ્યા છે. તેથી જેટલી કૃતિએ જીવિત છે તે બધીને અનુવાદ દ્વારા અને સંશોધન દ્વારા ઉલ્હાર કરવામાં જ જ્ઞાનપૂજાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org