________________
સન્મતિતર્ક અને તેનું મહત્વ
[ ૧૮ ]
- જૈન શ્રતને બહુ મોટા ભાગ નાશ પામે છે. તે નાશનાં અનેક કારણે છે, પણ આજે તેને જેટલું અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સંધની શ્રતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેને મરમ ઈતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના
સ્ત્રી–પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પિતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂજાનું જૈન સંઘમાં મોટું
સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનને છેલ્લે ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુપૂજા હેય, એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધામાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે.
આજે વિશિષ્ટ રીતે જૈનદર્શન જીવિત હોય તે તે એક શ્રતને આભારી છે, અને શ્રત જીવિત હોય તે તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીર્ધદશ જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈનદર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેઓએ તે તે શાસ્ત્રોને જનદર્શનના પ્રભાવક કહી તેના તરફ કાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું, તેની પિથીઓ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે ફાળો આપે. આગમગ્રંથની પ્રતિષ્ઠા તે ભગવાનની પ્રતિષ્ઠાને એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાસ્ત્રોમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં તેના કર્તા શ્રીસિદ્ધસેન સન્મતિતર્કને અંગે જે લખે છે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તેઓ દર્શનના પ્રભાવક તરીકે ગ્રંથે જણાવતાં સન્મતિને પહેલો મૂકે છે અને સાથે જ કહે છે કે એ દર્શનપ્રભાવક ગ્રંથોનું દરેક રીતે ભક્તિપૂર્વક બહુમાન કરવું. જતકલ્પ નામના છેદસૂત્રની ચૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org