________________
સન્મતિતી અને તેનું મહત્વ
[ ૯૧૯ એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેને અભ્યાસ કરતાં કોઈ અપવાદ સેવ પડે તે તેને પ્રાયશ્ચિતયોગ્ય નથી માનતા. શ્રતજ્ઞાનની જાગ્રમૂર્તિ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી તે એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન આત્મારામજસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે.
આ રીતે સન્મતિતને મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવે છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિ તર્ક એ શું છે ? તેનું મહત્વ શા માટે છે ? અને બીજાં શાસ્ત્રોની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણ થઈ છે. નામવિધાન
જૈન સાહિત્ય અને સમાજમાં “સંમતિતર્ક એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ “સન્મતિતર્ક' લાગે છે; ઘણું અને જૂની હસ્તલિખિત પ્રતિઓમાં “સન્મતિતક” એ જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે “સંમતિ” નહિ પણ “સન્મતિ ” નામ ખરું દેવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરના જે નામ ગણાધ્યાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચેખું લાગે છે કે આચાર્ય શ્રી. સિદ્ધસેને પિતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતર્ક એ જ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણને વિષય કલ્પિત અગર તો સાધારણ નથી, પણ હું જે કહું છું તે તો ભગવાન મહાવીરને તર્ક છે એટલે તેમનો સિદ્ધાંત છે અથવા ભગવાન મહાવીરને મત છે. પ્રવચનસાર સાથે સરખામણી
નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. એના ત્રણ ભાગ છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પશે બધાં આર્યા છંદબદ્ધ છે. પહેલા કાંડમાં ૫૪, બીજા કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭૦ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે.
આ ગ્રંથ બાહ્ય રચનામાં દિગંબરાચાર્ય કુંદકુંદના પ્રવચનસાર જેવો છે. પ્રવચનસારના પણ ત્રણ ભાગ છે. તેમાં પહેલા ભાગમાં ૯૨, બીજા ભાગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org