________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૧૭ આપ્યું તે થયું ન હતું તે તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતું, તેવા એકમાત્ર આદર્શ ઉપરથી આ બન્યું છે તેવું સંસ્કરણ કદી તૈયાર થઈ શક્યું ન હતું. ગુજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપકેની સહાનુભૂતિ પણ ઉપકારક નીવડી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તેમણે શ્રીમદ્રાજચંદ જ્ઞાનસંગ્રહમાંના મુનિ શ્રી. પુણ્યવિજ્યજીકૃત નો આદર્શ અમને ધીરજપૂર્વક ધીર્યો છે. શ્રી. રાહુલજીની
અનન્ય ઉદારતા અને અસાધારણ પુરુષાર્થને લાભ મળ્યો ન હોત તે નેપાલના ભંડારની ખંડિત પ્રતિ અને બિહાર ઓરિસા સિર્ચ સોસાયટીમાં સંગ્રહાયેલ ફેટો પ્રતિને લાભ કદી જ મળત નહિ અને આ પ્રસિદ્ધ થતું દુર્વેકનું લખાણ કેઈના હાથમાં–વાચકોના હાથમાં–ક્યારે આવત તે કહેવું કઠણ છે. મારા અન્યતમ શિષ્ય પં૦ મહેન્દ્રકુમાર “અભય” ફેટ વાંચવા આદિમાં જે એકાગ્ર શ્રેમપૂર્વક મદદ કરી છે તે અમારે માટે બહુમૂલ્ય નીવડી છે. કાશી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત મહાવિદ્યાલયના જૈનદર્શનાધ્યાપક શ્રી. દલસુખ માલવણિયા, જે મારા પ્રિયતમ શિષ્ય અને મિત્ર છે, તેમની સતત અને અસાધારણ ખંત તેમ જ મહેનત ન હેત તે આ આખું સંસ્કરણ આ રૂપમાં, બીજી બધી સામગ્રી હોવા છતાં, કદી જ તૈયાર થયું ન હોત. તાડપત્રીય મૂળ પ્રતિથી માંડી દુર્વેકકૃત અનુટીકાના ફોટા વાંચવા સુધીનું સમગ્ર કામ તેમ જ જરૂર જણાઈ ત્યાં નવી નકલ કરવાનું કામ અને પહેલેથી છેલ્લે સુધી બધાં જ પ્રો જોવા સુધારવા વગેરે સંપાદનને લગતું યાવત ઝીણું ઝીણું કામ તેમણે જ કર્યું છે. એ રીતે આખા સંપાદનને યશ તેમને જ ભાગે જાય છે. નેત્રની પરાધીનતા અને બીજાં ઘણાં કારણે સર હું ઉત્તરેતર લંબાતું આ કામ કદી જ શ્રી. માલવણિયાની મદદ વિના પાર પાડી શક્યો ન જ હેત, અને મેં જે હેતુબિન્દુના સંપાદનનું કામ સ્વીકારેલું તે પણ તેમના સહકારની ખાતરી વિના સ્વીકાર્યું જ ન હોત. આ સંપાદનમાં શું પરિશિષ્ટો કે શું અવતરણોની શેધ કે શું શીર્ષક, વિષયવિભાજન અને શુદ્ધીકરણ આદિ જે કાંઈ ધ્યાન ખેંચે તેવું છે તે બધું શ્રીયુત માલવણિયાની અનન્ય સાહિત્ય પાસનાનું જ ફળ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના મુખ્ય સંપાદક શ્રીયુત બી. ભટ્ટાચાર્યે પ્રસ્તુત સંપાદન માટે અમને પસંદ કર્યા અને તે કામ સોંપ્યું તેથી જ આ સંપાદન-યજ્ઞ અત્યારે પૂર્ણ થયો છે. આ સબબથી ઉપર નિર્દેશલ બધા જ મહાનુભાવો પ્રત્યે અમે અમારી પ્રર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org