________________
૯૨૨]
દર્શન અને ચિંતન વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તે સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દર્શનેનાં સૂત્ર અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્ય-પદ્યન ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે.
રચનાને ઉદ્દેશ
દિવાકરશ્રીએ સન્મતિતર્ક બે ઉદેશથી રચ્યું હોય તેમ લાગે છે: (૧) સ્વસંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાને વિકાસ કરે, અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનમાં જૈન મૂળ તત્ત્વોની પ્રતિષ્ઠા કરવી.
જૈન નિર્ચ મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેઓમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્થૂલ રૂઢિઓમાં જકડાઈ સંકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાઠી સાધુસંધ મોટેભાગે શબ્દસ્પર્શ થઈ ગયો હતો અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંત દેશ-કાળ પ્રમાણે ઘટાવી તેને વિસ્તાર કરવાને બદલે તેઓ નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારે અને વ્યવહારો તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કોઈ ચાલતી પ્રથા બહારને વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે છે તેને તેઓ શ્રદ્ધા વિનાને-સમ્યગ્દર્શન વિનાનેકહી વગોવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ બળ શ્રમણસંધમાં હતું તેને ઉપયોગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે રૂઢિ સાચવવામાં જ થતું. આ સ્થિતિ દિવારશ્રીને ખટકી. તેઓને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાન્તો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાતો દેશ-કાળના બંધનથી પર હોવાને લીધે તેને પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જૂનું કે નવું જે કાંઈ વાસ્તવિક હોય તે બધું સમાવવાને અવકાશ છે. ફક્ત તે માટે સુક્ષ્મ વિચાર કેળવો જોઈએ, તર્કશક્તિ ખીલવવી જોઈએ અને પ્રજ્ઞાને વિકાસ કરે જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધાતોની ખૂબીઓનું ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતું, જ્યારે બીજો શ્રમણવર્ગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતા; ઊલટું, ભગવાનના જ સિદ્ધાંતની પષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે છે છેડાઈ જતે અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતે કે તમે તે
સિદ્ધાન્તની પ્રરૂપણા નહિ પણ તીર્થકરની અવજ્ઞા-આશાતના કરે છે. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાને આપ જૈન પરંપરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org