________________
હેબિન્ને પરિચય
[ ૯૧૩ તેથી વ્યાવૃતિ દર્શાવી વ્યતિરેક વ્યાપ્તિ ધરાવે છે. પક્ષસર્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ઘટાડે છે. આમ દાર્શનિકમાં વ્યાપ્તિશૃંક સ્વરૂપે વિશે મતભેદની પરંપરાને ઈતિહાસ બહુ પ્રાચીન છે. - દિક્નાગ પહેલાં પણ અસ્તવ્યપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને બહિવ્યક્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અન્તવ્યપ્તિનો જ આશ્રય લેવો પડે છે. આ આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘટાવ્યું. આ સિદ્ધાન્ત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણ જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અન્તવ્યપ્તિના સમર્થકોએ બહિર્લીતિ હોય છતાં પણ નિષ્ણાતો સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિને લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બાપ્તિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતવ્યપ્તિને જ પક્ષ કરનાર એક પરંપરા સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક વૈરૂયની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્વ, સપક્ષસત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હેય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભું કરી તેથી વ્યાવૃત્તિ ધટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગને અર્થગતિથી સમાવેશ ઘટાવે અને છેવટે બૈરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચેટ સમર્થન દિદ્ભાગે કરેલું ને તે જ હેતુબિન્દુમાં વિસ્તારથી, ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિક્નાગ આદિ દ્વારા સમર્થિત ત્રણનો વિરોધ કરતાં પંચરૂષ, ષડરૂણ કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકારે કરે છે. અને આ જ કારણથી ધર્મકીર્તિ સ્વભાવ, કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ બનેને નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે. • હેતુનાં વ્યાક્ષિદર્શક પક્ષસરવ આદિ ત્રણ રૂપે સ્વીકાર્યા છે, તે ઉપરથી જ - ૧, અલંકગ્રખ્યત્રય પૃ. ૧૭. - ૨. તર્કશાસ્ત્ર પૃ. ૧૪,
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org