________________
-૯૧૦ ]
દર્શન અને ચિંતન અવધારણ તેમ જ બન્નેનું કારણ, (૫) સ્પિષ્ટ નિર્દેશકથન, (૬) હેત્વાભાસનું લક્ષણ ન કહેવાનું કારણ. ૩. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાનો નિયમ, (૩) નિયમનું કારણ, (૪) વિપક્ષનિવૃત્તિ.
ખરી રીતે જોતાં જે પ્રથમ ત્રણ અર્થે સૂચવ્યા છે તેમાં જ બાકીનાને સમાવેશ થઈ જાય છે.
સાહચર્યનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપતિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈનપરંપરામાં વિશેષે પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણ માનનાર હરકેઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતે હોય તે બધાને સક્રેત કહે છે. આ તત્વ સર્વે અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના નિયામક તત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જેન આદિ તાર્કિકે સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબધેની મર્યાદા આંકતા નથી; જ્યાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંગ, એકાÁસમવાય વગેરે અનેક સંબંધ વ્યાપ્તિના નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતાં માત્ર તાદામ્ય અને કાર્યકારણભાવ એ બે સંબંધને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધ ઉક્ત એ સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્વષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે ગચર્યાભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારે આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતો હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Asagna, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબધો ઘટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસકજૈન આદિ પરંપરાઓ પોતપોતાનાં મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુ– સાધ્યના તાદાભ્યસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને કમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિરોધી માન્યતાનું હતુબિન્દુમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે.
૧. હેતુબિ૬ પૃ. ૧૦. પં. ર૭. ૨. કર્ણની ટીકા ૫. ૮
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org