________________
૮૮૬ ]
દર્શન અને ચિંતન લેવું એ બહુ જ અઘરું અને સમયસાધ્ય હતું, પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ અતિશ્રમે અને લાંબે ગાળે એના ઉપરથી કાગળ ઉપર એક સુંદર અને સુપઠ દેવનાગરી અક્ષરમાં પ્રતિલિપિ કરી આપી. એ પ્રતિલિપિ તેમણે અમને ભેટ રૂપે જ આપેલી, પણ ચાલુ શતાબ્દીની લેખનકળાને સુંદર નમૂનો પૂરે પાડતી એ પ્રતિલિપિ ગૂજરાત પુરાતત્વ મંદિરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં કાયમ માટે મૂકવામાં આવી છે. જોકે આ પ્રતિલિપિ ઉપરથી જ અમે પ્રેસકોપી કરાવી હતી, પણ સંપાદન કરતી વખતે અસલી તાડપત્રની પ્રતિ સાથે મિલાન કરવામાં આવ્યું છે. તેને લીધે અને આ પ્રતિની મદદને લીધે પ્રતિલિપિમાં જે ખામીઓ રહી ગયેલી તે દૂર કરીને જ સંપાદન કરવામાં આવ્યું છે.
2. Tua: Bstan-hgyur, Mdo (Cordier : Catalogue du Fonds Tibetain, Paris, 1915) CX1. 6 હેતુબિન્દુટીકાનું ટિબેટન ભાષાન્તર છે. આ ભાષાન્તર વિશ્વભારતીમાંના વિદ્યાભવનગત પુસ્તકસંગ્રહમાંથી મેળવવામાં આવેલું. તે ભાષાન્તર સાથે S પ્રતિનું બને ત્યાં લગી અક્ષરેઅક્ષર મિલાન કરવામાં આવ્યું છે. એ સરખામણીનું મુખ્ય-- પણે નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે –
(૧) જ્યાં જ્યાં પત્રસંખ્યાને નંબર નષ્ટ થવાથી અને બીજા કારણે પ ઊલટાંસૂલટાં થઈ ગયેલાં અને તેને લીધે અર્થ બેસાડવામાં બહુ જ મુશ્કેલી પડતી તે પત્રે યથાવત્ ગોઠવવાથી દૂર થઈ. . (૨) કેટલેક સ્થળે પ્રતિનો પાઠ લિપિદુર્બોધતાને કારણે અગર પર પરાગત લેખક-દોષને કારણે વિકૃત થઈ ગયા હતા તે સુધર્યો. | (૩) અનેક સ્થળોમાં નવા પાઠાન્તરે તારવી શકાયાં; જે ટિબેટન ભાષા
નર ઉપરથી પ્રતિસંસ્કૃત રૂપે પ્રતિસંસ્કાર કરનાર શ્રી. પી. તારકસે તારવેલા તે તેમના જ શબ્દોમાં ફૂટનોટમાં લેવામાં આવ્યા. ' (૪) આખી 5 પ્રતિમાં જ્યાં જ્યાં એકાદ અક્ષર કે પદ લુપ્ત થયેલ હતાં તે આ પ્રતિની મદદથી મળી આવ્યાં. એકંદર પ્રતિની મદદથી આખા સંપાદન દરમિયાન અર્થબોધ કરવામાં ઘણું સરલતા પ્રાપ્ત થઈ છે.
(૫) એમ પણ બન્યું છે કે 5 પ્રતિની મદદથી પ્રતિનાં પાત્રોની કેટલેક સ્થળે અવ્યવસ્થા હતી તે પણ દૂર થઈ છે, અને જ્યારે ઘણે સ્થળે
૧. આનો પરિચય ડે. વિદ્યાભૂષણે પણ પિતાના પુસ્તક A History of: Indian Logic, p. 332 માં આપ્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org