________________
૮૯૪ ]
દર્શન અને ચિંતન ship. Taranatha tells us that when he finished his great work, he showed it to the pandits, but he met with no appreciation and no good will. He bitterly complained of their slow wits and their envy, His enemies, it is reported, then tied up the leaves of his work to the tail of a dog and let him run through the streets where the leaves became scattered. But Dharmakirti said, “ just as this dog runs through all streets, so will my work be spread in all the world."
શેરબાસ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચા નથી, જ્યારે તે પ્રશ્ન ડો. વિદ્યાભૂષણ અને શ્રી. રાહુલજીએ ચર્ચા છે. વિદ્યાભૂષણ ધમકીર્તિને અસ્તિત્વ-સમય ઈ. સ. ૬૩૫–૬૫૦ ધારે છે, જ્યારે રાહુલજી (વાદન્યાયની પ્રસ્તાવના) તેમાં થોડે જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫ થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાને નથી. એ માત્ર તેના કાર્ય કાળનો સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યે અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ-૧૮–૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મનીતિનો સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હે, પણ ધમકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્વને વિદ્વાનોનું પૌવ પર્ય નક્કી કરવામાં તે સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌર્વાપર્ય નીચે પ્રમાણે છે.
વૈયાકરણ ભતૃહરિ: ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિ એ ચારેય ધમકીર્તિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધમકીર્તિ ઈશ્વરસેનનો શિષ્ય લેખાય છે અને હેતુબિન્દુ આદિમાં તેના મતની, અચંટ આદિ ટીકાકારના કથનાનુસાર, સમાલે. ચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભહરિ અને કુમારિક એ ત્રણેનાં મન્તવ્યની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાને પૈકી કોઈપણ ધર્મકીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી.
જૈનતાર્કિક સમન્તભદ્ર અને પ્રભાકર એ બને ધર્મ કીર્તિના સમકાલીન હોવા છતાં લધુસમકાલીન છે, કેમકે સમન્તભદ્ર ધર્મ કીર્તિના પ્રમાણુવાર્તિકગત પ્રથમ પરિચ્છેદનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે.
૧. અકલંગ્રંથાત્રય પ્રસ્તાવના પૃ. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org