________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૦૦ સ્વીકારે છે. અસંગનો લઘુભ્રાતા અને શિષ્ય વસુબંધુ આગળ વધે છે અને તે પિતાના વાદવિધિ આદિ ગ્રન્થમાં ત્રણ અવયવોના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપરંપરાસંમત પાંચ રૂપના સ્થાનમાં ત્રણને સુધારો કરે છે. તર્કશાસ્ત્ર વસુબંધુર્નાક હોય કે અન્ય કર્તક, પણ તે દિક્નાગ પહેલાના કોઈ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તે નક્કી જ.એ તર્કશાસ્ત્રમાં પાંચ અવયે વર્ણવેલ છે, પણ ન્યાયપરંપરાસંમત જાતિઓ અને નિગ્રહસ્થાનમાં સુધારા વધારે કર્યા છે. આવો સુધારે બીજી રીતે ઉપાયહદયમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણુ ક્ષેત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યા છતાં વસુબંધુ એની વ્યાખ્યામાં સુધારો કરે છે, એટલું જ નહિ, પણ તે તથાગત બુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે. આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપરંપરાના દષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્વની બાબતમાં જુદો પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઈશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબંધુને શિષ્ય દિન્નાગ તે પિતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રન્થમાં અનેકવિધ સુધારાઓ કરે છે અને બૌદ્ધપરંપરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુબંધુ અને દિન્નાગના સમય પછી પણ બૌદ્ધપરંપરાઓમાં એવા અનેક પ્રકારના વિચારવહેણે હતાં જેઓ વસુબંધુ અને દિનાગને ને અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રન્થોમાં સંગૃહીત થયેલા મત
ને અક્ષરશઃ માનતા કે જે મન્તને વસુબંધુ અને દિનાગ આદિએ સુધાર્યો અને પરિવર્તિત કર્યા હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબંધું અને તેના કરતાંય વિશેષ દિદ્ભાગનું સ્થાન બૌદ્ધપરંપરામાં વધારે પ્રતિ ષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રન્થો અને વિચારોનું અનુકરણ, ભાષાન્તર ને તેના ઉપર સંશોધન ઉત્તરોત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, ટિબેટ આદિ દેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. તે પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતું સંસ્કૃત બૌદ્ધવાય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપમાં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકાનું પાલિવાડ્મય ભારતની સીમા ઓળંગી ગયું હતું. ધર્મસમ્રાટું
. Pre-Dinoaga Buddhist texts-Intro. p. IX ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org