________________
હેતુબિન્દુને પરિચય
[ ૮૯ હેતુબિન્દુટીકાના મુદ્રાણમાં s અને આ પ્રતિઓના પત્રાંકે [ ] આવા કેષ્ઠકમાં આપ્યા છે, અને આલોકના મુદ્રણમાં P પ્રતિના પત્રાંકે પણ તેવા જ કાષ્ઠકમાં આવ્યા છે. “a” પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે b” તેની બીજી બાજુ સૂચવે છે.
મુદ્રણમાં હતુબિન્દુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ T પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ T માં નથી, પણ અમે એ ચારે ભાગોનું વિષયાનુરૂપ નામકરણ કર્યું. છે. એ પણ ફેર ધવો જોઈએ કે અમારું વિષયાનુરૂપ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે T પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણો તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે.
આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજા પણ અનેક શીર્ષ કે તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કર્યો છે.
આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટો જડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિન્દુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામે આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાગત વિશેષ નામે છે. ત્રીજામાં ટીકાગત અવતરણ અને ચેથામાં દાર્શનિક શબ્દ છે. પાંચમા પરિશિષ્ટમાં “આલેક અનુટીકાગત વિશેષ નામ છે અને છટ્ટામાં આલોકગત અવતરણો છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાન્તરને આધારે તેમ જ ટીકા અને અનુટીકામાં આવેલ પ્રતીકને આધારે નિષ્પન્ન થઈ શક્યો તેવો મૂળ હેતુબિન્દુ પાઠ આપવામાં આવ્યો છે. અંતે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે.
[૨] ગ્રન્થકારે - ધમકીર્તિ
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રન્થ હતુબિન્દુ છે. તેને કર્તા છે ધમકીર્તિ. ધમકીર્તિનું જીવન કઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકેમાં મુખ્ય છે બુસ્તન (Buston) અને લામા તારાનાથ.
૧.History of Buddhism (Chos-hbyung) by Buston–Materi– alien zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E, Obermiller.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org