________________
૮૪૮]
દર્શન અને ચિંતન પરમહંસદેવમાં જેમ શીલનું તત્વ તરી આવે છે તેમ સર્વધર્મ સમભાવ અને સર્વગુણસંગ્રહનું સમન્વયતત્વ પણ તરી આવે છે. તેથી જ લેખકે એમને શીલ અને સમન્વયની મૂર્તિરૂપે આલેખ્યા છે. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગે અનેક ભાષામાં આલેખાયેલા મળે છે. ગુજરાતીમાં પણ આ પહેલાં છપાયેલ છે. પરંતુ લેખકે આ પુસ્તકમાં તેનું જે સ્પષ્ટ સમજણ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ભૂમિકાથી તટસ્થભાવે નિરૂપણ કર્યું છે તે વાચકને ઊર્ધ્વભૂમિકા ભણી પ્રેરે એવું છે.
પુસ્તકનું ત્રીજું વહેણું છે ગાંધીજી. લેખકે સેક્રેટીસ તેમ જ રામકૃષ્ણ પરમહંસ વિશે જે લખ્યું છે તે પ્રામાણિક લેખકે અને લેખોને આધારે, છતાં એ લખાણ એકંદર પરોક્ષ જ્ઞાનની કટિમાં આવે. સોક્રેટીસ લગભગ પચીસસો વર્ષ પહેલાં થયેલ. તેટલા દૂર ભૂતકાળની અને ગ્રીસ જેવા સુરત દેશની પૂરેપૂરી તાદશ માહિતી તો સુલભ જ નથી. જે કાંઈ મળે છે તે અનેક સાધને વાટે ચળાતું અને પ્રમાણમાં બેડું. સ્વામી રામકૃષ્ણ થઈ ગયાને એ કઈ લાંબે ગાળે વીત્યો નથી, પણ લેખકે તેમને જાતપરિચય સાધ્ય નથી એ તે હકીકત છે. પરંતુ ગાંધીજી વિશે લેખક જે લખે છે તેની ભૂમિકા જુદી છે. લેખકે ગાંધીજીનો સહવાસ ઠીક ઠીક સાધેલે, એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમના જીવનકાળ દરમિયાન જ પ્રત્યક્ષ ભાગ લીધેલ અને ગાંધી છની જીવનદષ્ટિને પોતાની રીતે અમલમાં મૂકનાર તપસ્વી નાનાભાઈ ભટ જેવાની દીર્ધકાલીન શીતલ છાયાને આશ્રયે ચાલતી પ્રજા-ઉત્થાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પહેલેથી અત્યાર લગી સતત જોડાયેલા રહ્યા છે, અને શિક્ષણ તેમ જ વ્યવહારમાં ગાંધીજીની જીવનદષ્ટિ, વિચારસરણી તેમ જ વ્યવહારપદ્ધતિઓને તટસ્થ અને વિવેકી અધ્યાપકની અદાથી કટી ઉપર ચઢાવતા રહ્યા છે. તેથી જ્યારે લેખક ગાંધીજી વિશે લખે છે ત્યારે તેમાં પ્રત્યક્ષ પરિચય અને સ્વાનુભવનું પૂરેપૂરું બળ છે. આ વસ્તુની પ્રતીતિ લેખકના એકેએક વિચાર અને વિધાનમાંથી મળી રહે છે.
ગાંધીજીના જીવનના એકેએક પાસાને લઈ લેખકે તેનું સ્પષ્ટીકરણ અને વ્યાકરણ કર્યું છે. જેમ હું પિતે મકકમપણે માનું છું કે ગાંધીજી એટલે જીવતી ગીતા અથવા ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને સુગમ સમન્વય, તેમ લેખક પણ એવી જ કોઈ વિવેકપૂત શ્રદ્ધાને બળે ગાંધીજી વિશે સર્વગ્રાહી નિરૂપણ કરવામાં મારી દૃષ્ટિએ પૂરેપૂરા સફળ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org