________________
જીવતે અનેકાના
[ ૮૭૯ જે અનેકાંતદષ્ટિ અનેક બાજુઓથી અનેક વસ્તુઓનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સંચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદષ્ટિની હિમાયત કરનાર વર્ગમાં
જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા–ઉપાસનાની બાબતમાં આટલું બધું પામરપણું દેખાય, ત્યારે એમ કે માણસ માની શકે કે જન પરંપરામાં અનેકાંતદષ્ટિ જીવતી છે?
હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજને મૂળ પાયે લગ્નસંસ્થા છે. એને અસલી ઉદ્દેશ એ છે કે માણસ પિતાની શક્તિના નિરંકુશ આવેગોને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેને એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરોત્તર વધારે અભ્યદયવાન બને. આ ઉદેશની દષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણું પવિત્ર તેમ જ આશીર્વાદરૂપ પણ છે. જે એથી વિપરીત માત્ર દેહવાસના પ્રેરિત લગ્નસંસ્થા ચાલે તે એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે.
જ્યાં લગી આ વિવેક જાગરૂક રહે છે અને તેનું જ પિષણ વિચારકે દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે જીવતે છે એમ કહી શકાય. આપણે ભૂતકાળને ઈતિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તે આપણને જણાશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈન સમાજમાં વિચારકેનું મુખ્ય સ્થાન ત્યાગીઓ ભેગવતા આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આશ્રમ ઉપર ભાર આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે. તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તે નકામી ઉપાધિ અને બંધન છે તેમ જ એ અપવિત્ર છે. આવો સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી. પરંતુ એવા અકાન્તિક ઉપદેશનું સમાજ-માનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે તે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢેલ બાંધ્યું હોય તે રીતે જ તે તેને બજાવે છે. એક બાજુ આવેગ અને ફરજો ઉત્સાહભેર વ્યક્તિઓને લગ્ન તરફ પ્રેરે છે અને બીજી બાજુ તેને મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશન્ય સંસ્કાર પિષાતા જાય છે. પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની જવાબદારીના પ્રસંગે આવે છે ત્યારે માણસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કંટાળી ગ્ય રસ્તે કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org