________________
-૮૭૮ ]
દર્શન અને ચિંતન સાબિતી સુધી અનેકાંત ગયો છે, પણ મંદિરે જુદા હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરે સલાહ સંપ અને પૂર્ણ સમાધાનીથી રહી શકે કે નહિ અને રહી શકે તે કેવી રીતે, તેમ જ ન રહી શકે તે કેવી રીતે— એને નિર્ણય કરી ખુલાસે આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંતના મહારથીઓએ હજુ લગી આ નથી. ધાર્મિક જીવનમાં એક જ છિન્નભિન્ન થયેલા અને નજીવી બાબતમાં પણ સ્થાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાને જે પિતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનનો દાવો કરે, તે એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પિતાને જેવા ના પાડે છે, એમ જ કહી શકાય.
કર્મપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર જેને કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત ક્યાં લગી પડ્યું છે? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તે કઈ ચીજ વિના અને કયા વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેને એક જ ધધે શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસે જાય છે. તે ધધે છે વ્યાપાર કે નોકરીને. શું જેને ખેતીની જરૂર નથી ? શું વહાણવટા કે વિમાની સાહસોની જરૂર નથી? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી ? શું તેમને પિતાની સ્વચ્છતા માટે ને પિતાના આરેગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યનો જ ભાગ લેવો ઘટે ? આપણે જૈન લેકેને ધધે અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિનો વિચાર કરીશું, તે આપણને સ્પષ્ટ જણાશે કે જેને ધંધાના ક્ષેત્રની બાબતમાં એકાંતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળ અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતનો વિચાર માત્ર વિદ્વાને ને ધર્મગુરુઓ પૂરતો જ છે, એમએમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે.
સાહિત્યને પ્રદેશ લઈએ. જેનોનો દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દૃષ્ટિ બીજી એક્ય નથી, અને છતાંય આપણે હમેશાં માત્ર ગૃહસ્થ જેને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જૈન સુધ્ધાંને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાણી પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org