________________
૮૮ 3.
દર્શન અને ચિતના કૌટુંબિક જીવનને નિંદે છે અને ભારરૂપ ગણે છે. જે એ માણસ કુટુંબમાં રહે છે, તેય તે તેનું કાંઈ લીલું નથી કરતો. જે તે કુટુંબ છેડી ગ લે છે, તોય તે ઘણી વાર એ યોગને ભોગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તે માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જે એનામાં જીવંત અનેકાંતના સંસ્કારે પ્રથમથી જ સિંચાયા હોત, તે તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બને મનોગત જ છે અને તેથી તે મનના પવિત્ર પણ ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાને. પ્રયત્ન કરત અને પરિણામે તે લગ્નસંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પોતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તો ભગવાસનાની પ્રબળતા, જે મગત એક અપવિત્રતા અને ભારે નબળાઈ છે, તે જ લગ્નસંસ્થા ઉપર લાદવામાં આવે છે અને પરિણામે આખો સમાજ મોટે ભાગે લગ્નસંસ્થાની જવાબદારીઓની દષ્ટિએ કે ત્યાગી સંસ્થાની જવાબદારીઓની દૃષ્ટિએ છેક જ નબળો પડ્યો છે.
બીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાનો છે. જ્યારે જન્મ, સત્તા અને સંપત્તિ આદિની બાહ્ય દષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાને સનાતન ધર્મ પુરજોશમાં હતો, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા–ઊતરતાપણાની કસોટી (ગુણનું તારતમ્ય છે એ વાત પિતના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું જે દૃષ્ટિબિન્દુ હતું તે વીરના વારસદારે આપણે ન સમજી શક્યા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધર્મક્ષેત્રે જ નહિ, પણ કર્મ અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાણ સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સંડોવાયા. યોગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિઓનો ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારે પાછા, અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાને વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્મણોને વળતો જવાબ આપે કે બ્રાહ્મણ જાતિ ઉચ્ચ નથી. બ્રાહ્મણ જાતિના સદ્ગણોને અપનાવ્યા સિવાય એને ઊતરતી. માનવા-મનાવવાનું કામ એક બાજુ ચાલુ રહ્યું, બીજી બાજુ પ્રથમના દલિત અને પતિને વ્યવહારમાં નીચ માનવા-મનાવવાનું પણ ચાલુ રહ્યું. સ્થિતિ, ત્યાં લગી આવી કે જૈન સમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા સવાલ, પિરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ–ઉપજાતિઓના ભાગલામાં વહેંચાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org