________________
જીવતે અનેકાન
[૮૭૦
જેવા મતભેદોને શમાવી ન શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન કે અનેકાંતમય ધર્મ છે એમ કોણ કહેશે? ઠીક ભલા, એથી આગળ ચાલી જોઈએ. થેડી વાર એમ માને કે અનેકાંતદષ્ટિ માત્ર એક જ જેન ફિરકાને વરી છે, તે પછી તે ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી આજ લગી ગણ–ગછના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્ત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જે ભાગલા જ પડાવનાર હોય તે તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તે તમે પિતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સાંધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતે રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લા પાંચસો વર્ષના નવા ફાંટાનો જ વિચાર કરીએ, તેય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાન્ત જીવતે રાખે છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જો સ્થાનકવાસી ફિરકાએ પિતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને
ધાની દશીએ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂરતો પણ અનેકાંત જીવી બતાવ્યો હેત, તો એટલે તે સંતોષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તે ભૂતકાળના ઈતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કેરી, આઠ કેટીના બેલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠો બોલવા ન બોલવાના ભેદ પૂરતા, અગર કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવા ન કરવા પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતે તો નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિસ્તાર્યો છે કે અનેકાંતનું પિષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે. પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણ ને દાખલાઓ આપ્યા છે ને હજુયે આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નના મરંજક જવાબ જેવા છે. આકાશને ફૂલ છે પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org