________________
બિંદુમાં સિંધુ
[ ૮૫૯ છે અને નિજ-પ્રજ્ઞાને ઉપયોગ કરે છે ત્યારે તે એકાદ સત્ર તેને ચૌદ વિદ્યા જેટલું વિશાળ જ્ઞાનસામર્થ્ય અર્પે છે. આ વર્ણન ઝટ ઝટ બધાને ગળે ન પણ ઊતરે, પણ એની એક નાની અને આધુનિક આવૃત્તિ કાકાસાહેબનાં આ લખાણે પૂરી પાડે છે. તેથી જ તે એના શૈશવકાલીન સાવ ઉપેક્ષ્ય ગણાય એવા નજીવા સંસ્કારબિંદુમાંથી વિચાર, પરીક્ષણ અને પરિપકવ પ્રજ્ઞાને સિંધુ છલકાય છે.
કેટલાક અભ્યાસીઓએ ગુજરાતી સાહિત્યના ધુરંધર લેખકે જેવા કે નરસિંહરાવ, રમણલાલ આદિને કેન્દ્રમાં રાખી પીએચ. ડી. ની ડિગ્રી મેળવી છે; બીજા કેટલાક અત્યારે પણ એવા લેખકને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રીની તૈયારી કરી રહ્યાનું જાણમાં છે. તેથી સૂચન કરવાનું મન થાય છે કે જે કોઈ અભ્યાસી કાકાસાહેબના ગુજરાતી સમગ્ર સાહિત્યને અથવા એકાદ કૃતિને અથવા તેમના અનેક વિષયે પૈકી એકાદ વિષયને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રી માટે પ્રયત્ન કરશે તે, હું માનું છું કે, તે પિતાની યોગ્યતાને અનેકમુખી વિકસાવશે, એટલું જ નહિ, પણ ગુજરાતી સાહિત્યની સાચી ઉપાસના કરવા ઉપરાંત પરપ્રાન્તીય વ્યક્તિએ ગુજરાતી સાહિત્યને કેટલું ઉન્નત કર્યું છે એને અજોડ દાખલે ઉપસ્થિત કરશે.
– સંસ્કૃતિ, ઓગસ્ટ ૧૯૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org