________________
૮૭૪ ]
દર્શન અને ચિંતન (૧) શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તક અને અનુયાયીઓમાં જ હતી અને છે, કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયના પ્રવર્તક અને અનુયાયીઓમાં પણ એ પ્રવત છે, અગર પ્રવર્તી શકે?
(૨) પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગને ગમે તેટલે ભેદ હોવા છતાં જ વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કેઈ જેનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકે કે અનુયાયીઓમાં હોય અને તે આપણને પ્રમાણુથી સાચું લાગે, તે તેને તેટલા જ આદરથી સ્વીકાર કરે કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી ?
(૩) અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવનમાં બીજા સંપ્રદાય કરતાં વધારે પ્રમાણમાં ઊતર્યો ન હોય, તે જૈન લેકેને અનેકાંત વિશે ગૌરવ લેવાને કાંઈ કારણ છે? અથવા અનેકાંત વિશે ગૌરવ લેવું એટલે શું?
બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું, “ગમે તેવો સાંપ્રદાયિક મનને જૈન હશે તેય એમ ભાગ્યે જ કહેશે કે જૈન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય, તે તેને સ્વીકાર કરતાં, તેને આદર કરતાં અચકાવું. એ પણ કઈ જૈન ભાગ્યે જ નીકળશે કે બીજા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીના જીવનમાં ઊતરેલ હોય તેટલે પણ અનેકાન્ત પિતાના જીવનમાં ન હોવા છતાં માત્ર સાંપ્રદાયિક માન્યતાને કારણે પિતાના જીવનમાં ગૌરવ લે.” ત્યારે હવે પ્રથમ પ્રશ્નને અંગે જ કાંઈક વિચારવું ઘટે છે. હું મારા વાચન અને ચિંતનને પરિણામે તદ્દન સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે પરિભાષા, શૈલી અને ઉપગની પદ્ધતિ ગમે તેટલી જુદી હોય, છતાંય પ્રસિદ્ધ બધા જ જૈનેતર સંપ્રદાયના પ્રવર્તકે અને કેટલાક તેના અનુયાયીઓ સુધ્ધાં અનેકાંતને અવલંબીને જ પોતપોતાની ઢબે વિચાર પ્રગટ કરી ગયા છે. અને હું એમ સ્પષ્ટપણે જોઈ શકું છું કે અનેકાંતદષ્ટિએ વિચાર કરવાની શક્યતા જે જૈન સંપ્રદાયના પ્રવર્તકેને અનુયાયીઓમાં સંભવિત છે, તે તેટલી જ શક્યતા બીજા કેઈ પણ જુદા નામથી ઓળખાતા સંપ્રદાયના અનુયાયીએમાં પણ સંભવિત છે. એટલું જ નહિ, પણ ઘણીવાર તે વ્યવહારમાં જૈન કરતાં જૈનેતર સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિઓમાં એ શક્યતા વધારે પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org