________________
બિંદુમાં સિંધુ
[ ૮૫૫ નથી એવી શ્રદ્ધા અગ્રેજીભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબને પણ નાનેમૂલે ફાળે નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી ફાળો આપે છે જેઈએ. (હું “હે જોઈએ” એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણો મેં વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં.) તેઓનાં હિન્દી લખાણે હું પહેલેથી સાંભળતો આવ્યો છું અને જેતે આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલું વધારે કર્યો છે! “સબકી બોલી, “સર્વોદય’, મંગલપ્રભાત” જેવાં માસિકમાં તે તેમને પ્રાણ ધબકે જ, પણ બીજા અનેક પત્ર પત્રિકાઓમાં અને પુસ્તકમાં તેમનું હિન્દી લખાણ જે જોતા હશે, તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચનો સાંભળતા હશે તે કહી શકશે કે કાકાસાહેબ હિન્દી અને ગુજરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અપી રહ્યા છે.
ભાષા અને સાહિત્યની સમૃદ્ધિને એક અર્થ એ છે કે તેનું કલેવર એટલું બધું વિશાળ તેમ જ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારે ખેડાવા લાગે, અર્ધાપર્ધા ખેડાયેલા વિચારે વધારે સારી રીતે ખેડાય અને એકંદરે વિષયેની વિવિધતા અને વિચારની કમતાનું ધોરણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાઠી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયતાવાદને પિતાના વર્તન-વ્યવહારથી જ ફટકે માર્યો છે. તેમને હરકઈ પિતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. ' ગેટલી કેટલી નાની અને તેમાંથી ઊગતું, ફાલતું-ફૂલતું આંબાનું ઝાડ કેટલું મોટું! આ બે વચ્ચેનું અંતર જેનાર જે સ્થૂળદૃષ્ટિ હોય તે એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ એવડે મોટા અને વિશાળ આંબો છુપાયેલ હતો ? પણ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુર્ગમ તે જ સૂક્ષ્મદષ્ટિને માટે સુગમ હોય છે. ગેટલી યોગ્ય ભૂમિમાં કહી, હવા-પાણીપ્રકાશનું બળ પામી, ફણગો કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીને મોટે ફાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના-તર્પક અને નેત્ર–મેહક મધુર આમ્રફળ પાકે છે.
આ રજની દશ્યમાન ભૌતિક અને વાનસ્પતિક પ્રક્રિયા કે સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી. પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા–સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org