________________
સ્મૃતિશેષ
[૮૫૧ લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જાણે કે ધરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગે ચિત જે ઉપમાઓ અને દષ્ટાંત આવે છે, તે તે મારી દષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે અને મૂળ વક્તવ્યને અજબ રીતે ફુટ કરે છે.
નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારોના વળાંકે અને વલણમાં રહેલી છે. લેખક કેઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડા ઊતરતો જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી કમે ક્રમે નીચેના સોપાને ઊતરતાં ઊતરતાં તળ સુધી પહોંચવા મથત ન હોય ! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડે ઊખળે જાય છે તેમ નિબંધના વિષયોની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દષ્ટિબિન્દુઓ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રુચિને તાજગી આપ્યા જ કરે છે.
આ વિષની પસંદગી રેજિન્દા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થળ જીવનને સ્પર્શ નથી કરતા. જે આંતરજીવનના બળથી સ્થળ વ્યવહારુ જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે.
જે નિબંધિકાઓ વાંચતત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂલ અને પ્રતિકૂળ સંચગો તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણોની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટી ખાતા વ્યાપારને સ્પર્શે છે. પિતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુસ્પર્શી વિચારે ઉદભવી શકે. આમાં કેટલાક નિબંધો તે એવા છે કે જે નિષ્ક્રિયમાં ક્રિયાશક્તિ જગવે અને અધીરાને ધીરે બનાવે, અન્ય પર દેષનો ટોપલો ઠાલવનારને સ્વલક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાઓ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુનો બહ મીઠાશથી પણ સચેટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org