________________
૮૪૦ ]
દર્શન અને ચિંતન હોય !—તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તે લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પે છે.
“મસ્યગલાગલને અર્થ “ભાસ્ય–ન્યાય’ શબ્દથી પ્રગટ થતું આવ્યું છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતા છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જૂનું છે. લેખકે માસ્યી–ન્યાય દર્શાવવા ઈતિહાસપ્રસિદ્ધ પાત્ર અને કથાનકે આશ્રય લીધે છે. એ પાત્ર અને કથાનકે માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. નિગ્રંથનાથ મહાવીર તો ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક–જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં–તે જૈન સાહિત્યમાં તે અતિપ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં ભાી-ન્યાય કેવી રીતે પ્રવર્યો અને કૌરવ-પાંડેની પેઠે પિતાની ખાનદાની તેમ જ અંદરોઅંદરનું સગપણ વિસારી ક્ષત્રિયત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકોત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કાર્ય સાધક બને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂંથણ દ્વારા સ્પષ્ટ થાય છે, અને વાંચનારને એમ લાગે છે કે જોકે સર્વત્ર ભાસ્યી-ન્યાયે પ્રવર્તે છે, છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લેકેત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માસ્યી-ન્યાયનાં બળે જઈ નિરાશ ન થતાં ઊલટે આશાવાન બને છે, અને સત્યુષાર્થ કરવાની પ્રેરણું પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણું જન્માવવી અને પક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી—એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે.
જયભિખુની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અર્થવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી, પણ એમની આ સ્થળે એક જણાવવા જેવી વિશેષતા અને એ પણ લાગે છે કે તેઓ પ્રણાલિકાબદ્ધ, છતાં તર્ક અને બુદ્ધિથી ગ્રાહ્ય ન બને એવી કેટલીક ક૯પનાઓને બુદ્ધિગ્રાહ્ય થઈ શકે તેમ જ જીવનમાં ઉપયોગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા. ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુપૂર અભિગ્રહ અર્થાત સંકલ્પ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહકે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org