________________
ખરે કેળવણીકાર
[ ૮૧૯ જ્યારે ભક્ત હૃદય નાનાભાઈએ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં મમતાનો પારે કેટલે ચળ્યો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પિતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને બડાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે.
નાનાભાઈના પૂર્ણ કૃતગ અને શીલને પૂરે આર્વિભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. “વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પિતાના જીવનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે. તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કોઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનું પણ કહ્યું છે કે કુટુંબકંકાસ અને બીજી અથડામણીઓએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈ ની પ્રજ્ઞાનો કહે, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તો વિવેક ખ્યાતિને કહે, ઉત્કર્ષ પિતાના પરમ શ્રદ્ધેય ગુસ્વર્યાની બાહ્ય–આંતર ચારિત્રની સ્પષ્ટ પણ વિનમ્ર સમાચના કરતી વખતે દેખાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં એક મોટી ગ્રંથિ છે, જેને બુદ્ધ “દષ્ટિ' કહે છે. નવું સત્ય સુઝતાં નિર્ભયપણે અને નિખાલસ મને એ ગ્રંથિને ભેદ કરે છે તેમાં સંશોધન કરી સમ્યગ્દષ્ટિને વરવું એમાં જ સાચી આધ્યાત્મિકતાનો પાયો છે. નાનાભાઈમાં એનું બીજ તો હતું જ, પણ જ્યારે ગાંધીજીનો સંપર્ક થતાવેંત દષ્ટિને સ્પષ્ટ ઉન્મેષ થયો ત્યારે લાંબા કાળના અનેક મિત્રો સાથે સેવેલાં સ્વનો અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાઓ તેમણે, સાપ કાંચળી છોડે તેમ, છેડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરાઓ દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિશેની સવર્ણપવિત અનાદિ અવિદ્યા અને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ પણ સાથે સાથે તેમના પરિવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ બધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે, અને સાથે જ અગ્નિપરીક્ષા પણ. પરંતુ પિતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈએ દક્ષિણામૂર્તિના રૂપમાં શરૂ કરેલ અગ્નિહોત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સંગત હોય એવી સત્યાગ્નિની ઉપાસનારૂપે મક્કમપણે શરૂ કરી છે, જે ઉત્તરોત્તર વિકસતી આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org