________________
ખરે કેળવણીકાર
[ ૮૨૩
જમનાર માટે કુપને કાઢેલાં. જમવું હોય તે કુપન ખરીદી લે. ઘણું મહેમાનો બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કુપન ખરીદે. ભરી સભામાં નાનાભાઈ એ ધ્રુજતે કઠે કહ્યાનું આજે પણ મને સ્મરણ છેઃ એમણે કહ્યું, “હું આ કુપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું.” એમને ગુજરાતી અગર સૌરાષ્ટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ વિચારે.
વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊઠી તેને વિરોધ કરવાની તેમની મક્કમતા જેવી તેવી નથી. થોડાક દાખલો આપું ઃ ગયા ડિસેમ્બરમાં હું સણોસરા આવેલ. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દાદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું બંધાતું તળાવ તે જગ્યાને આવરી ન લે એવી લોકોની અને ગ્રામજનોની વતી માગણી કરી; જોકે સરકારે તે મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધું કરાવી દેવાનું નકકી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂક્યા : “હું લેકેના હિતની દષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણો. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી.”-ઈત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણે, તે મારા જેવાને નવાઈ તે થાય જ, પણ મેં જ્યારે સત્ય બીના જાણું ત્યારે નાનાભાઈના પુણ્યપ્રકોપ પ્રત્યે અંદર જન્મ્યા. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરના મહંત હતો, મહાદેવને નામે પિતાને મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળે. એને લેક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લેકેને નામે ચલાવ્યે રાખવું એટલું જ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારનો બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નબળાઈને કારણે છૂટો કર્યો, પણ કેટલાક શિક્ષકોએ તેના વિદાયમાનમાં મેળાવડે કરવાનું વિચાર્યું. નાનાભાઈને જાણ થઈ, તેમણે તરત જ સહકાર્યકર્તાઓને જણાવી દીધું કે આવો કઈમેળાવડે - સંસ્થા તરફથી યોજાયે એ અણઘટતું છે. જે એવું થશે તે હું રાજીનામું આપીશ. એમની આ મકકમતાથી શિક્ષકોનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્ચર્ય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાને દાખલે હમણું જ છેલ્લા “સંસ્કૃતિ” અંકમાં પ્રસિદ્ધ થયું છે. તે આ રહ્યોઃ નાનાભાઈ કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીશે પણ પહોંચેલા નહિ. કઈ લાગવગ નહિ, સંપત્તિ નહિ કે બીજો કોઈ મોભો નહિ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org