________________
એ.
કન્યા. ૨
પછી કુમારપાલ રાજાએ રથમાં રહેલી પ્રતિમાની પટવસ્ત્ર તથા સેનાના અલંકારાદિ વડે પિતાની જાતે પૂજા કરી અને વિવિધ જાતિનાં નૃત્ય કરાવ્યાં. ત્યાં રાત્રિ પસાર કરીને, સવારે રાજા રથ સહિત નગર બહાર નીકળ્યા. ત્યાં ધ્વજ સહિત વસ્ત્રનો સુંદર તંબુ બાંધેલો હતો તે મંડપમાં રથ રાખે. ત્યાં રાજાએ રથમાં રહેલી જિનપ્રતિમાની પૂજા કરી અને ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારી. પછી હાથી જોડેલા તે રથને આખા નગરમાં ફેરવીને ઠામઠામે બાંધેલા મંડપમાં વિસ્તારવાળી રચના કરાવી તે ઉત્સવને દીપાવ્યો. આ પ્રમાણે રથયાત્રા જાણવી. ૨
હવે ત્રીજી તીર્થયાત્રા તે તીર્થોની યાત્રા કરવી. શ્રી શત્રુંજય, ગીરનાર અને સમેતશીખર વગેરે તીર્થો જાણવા. વળી તીર્થકર દેવોની જન્મ. દીક્ષા, કૈવલ્ય, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ તીર્થ ગણાય છે. ઘણુ ભવ્ય પ્રાણીઓને શુભ ભાવના ઉત્પન્ન કરાવીને ભોદધિથી તારે છે, તેથી તે તીર્થ કહેવાય છે. તેવા તીર્થોમાં દર્શનાદિની શુદ્ધિને માટે વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ. જેમ- શ્રીસિદ્ધસેનદિવાકરથી પ્રતિબોધ પામેલા રાજા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજયતીર્થની | યાત્રાનો સંઘ કાઢ્યો હતો, તેમાં ૧૬૯ સેનાનાં. પ૦૦ હાથીદાંત તથા સુખડનાં દેવાલ હતાં. શ્રીસિદ્ધસેન વગેરે ૫૦૦૦ આચાર્યો હતો. વળી ૧૪ મુગટબદ્ધ રાજાઓ, (૭૦૦૦૦૦) સીત્તેર લાખ શ્રાવકોનાં કુટુંબ, (૧૧૦૯૦૦૦) એક કરોડ, દશ લાખ અને નવ હજાર ગાડાંઓ, અઢાર લાખ ઘોડાઓ, છોતેરસો હાથીઓ અને તેના પ્રમાણમાં ઊંટો અને બલદો વગેરે પણ હતા. કુમારપાલ
કોઈ
* ) Jain Education inimata
For Private & Personal Use Only
www.ainerary.org