________________
પ–ઈજીપ્તની સમકાલીન સંસ્કૃતીઓ :
બેબીલોનીયા અને એસિરીયા [ પિરામીડની ટોચ પરથી ઉડતી નજર—બે નદીઓની સંસ્કૃતિ–આ આવે સુમેરિયને–સુમેરિયાની બેબીનીઅન શહેનશાહત–સુમેરિઅનેની સંસ્કૃતિનું સ્વરૂપ-વેપારી સંસ્કૃતિને શાહી કાનૂન-પ્રાચીન સંસ્કૃતિનું રાજ્ય બંધારણ–બેબિલોનને અસ્ત અને એસિરિયાને ઉદય—એસિરીયાનું લશ્કરી સામ્રાજ્ય –એસિરીયાનો અંતકાળ]
પિરામીડની ટોચ પરથી દેખીએ તે ધારે કે આપણે પિરામીડની ટોચ ઉપર ચઢી ગયા. ઈજીપ્તની સંસ્કૃતિના એ છાપરા ઉપરથી ધારકે આપણું આંખ દૂબિન જેવી દૂર દેખનારી બની ગઈ. ધારેકે દૂરદૂર રંગબેરંગી રેતીને પેલે પાર ક્ષિતિજને પણ પેલે પાર ઉત્તરપૂર્વ તરફ આપણને કંઈ લીલેરી જેવું દેખાવા માંડયું. આ લીલેરી પ્રાચીન સમયની બે વિશ્વસરિતાને ખીણ પ્રદેશ છે. બાઈબલના “ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં” લખેલે એ સ્વર્ગ પ્રદેશ છે. ત્યારના સમયના એ અદ્ભુત પ્રદેશનું નામ ગ્રીક લેકેએ મેસોપોટેમિયા અથવા બે નદી વચ્ચે દેશ એવું નામ પાડયું હતું. આ પ્રદેશ આજનો ઈરાક દેશ - હતું, અને બે નદીઓ તે ગ્રીસ અને મુફેટીસ હતી.
આ મેસોપોટેમિયાની આસપાસની બે નદીઓનાં નામ તૈગ્રીસ અને યુક્રેટિસ છે. આ નદીઓનું જન્મસ્થાન આર્મેનિયાના બરફથી ઢંકાયેલા પર્વતે છે. આ નદીઓએ પશ્ચિમ એશિયાના આ ઉજજડ પ્રદેશને લીલુંછમ બનાવી દીધું છે. - ઈજીપ્તની પ્રાચીન સંસ્કૃતિને ઉદભવ નાઈલ નામથી વિશ્વસરિતાના પ્રદેશમાં એટલા માટે થયો હતો કે એ સરિતાએ સંસ્કૃતિના એ માનવસમુદાયોને ધનધાન્ય અને ફળફૂલ પૂરાં પાડ્યાં હતાં. આ બે નદીઓ વચ્ચે પ્રદેશ પણ એટલા જ કારણથી ઈછત જેવી પ્રાચીન સંસ્કૃતિ પોતાને ત્યાં જન્માવત હતું. આ સંસ્કૃતિને ઘડનારા માનવ સમુદાયે દક્ષિણ તરફના રણપ્રદેશમાંથી આ પ્રદેશમાં પર્વત પર આવી પહોંચતા હતા. માનવોની આ ટોળીઓ અંદર અંદર ખૂબ લડતી ઝઘડતી હતી. તેમના પ્રાથમિક દશાના આ જીવનકલહમાંથી લોકસમુદાયે મેસોપેટેમિયામાં આવી પહોંચ્યા. અને અહીં ઈ. સ.