________________
પ્રથમ અદયાય
દુઃખને ઈચ્છતા નથી. આથી તેઓ સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા અર્થ અને કામ એ બે પુરુષાર્થોનું સેવન કરે છે. છતાં તેઓ દુઃખ દૂર કરી શકતા નથી અને સંપૂર્ણ સુખને મેળવી શકતા નથી. કારણ કે અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક અને દુઃખમિશ્રિત હોવાથી અપૂર્ણ છે. આથી જ તત્ત્વજ્ઞ મહાપુરુષની દૃષ્ટિએ અર્થ અને કામ એ બે પુરુષાર્થો નામના જ પુરુષાર્થો છે. ધર્મ અને મેક્ષ પુરુષાર્થના સેવનથી અક્ષણિક અને દુઃખથી રહિત સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આથી આ બે પુરુષાર્થો જ મુખ્ય છે. આ બેમાં પણ મેક્ષપુરુષાર્થ મુખ્ય છે. ધર્મ તો મોક્ષનું કારણ હોવાથી ઉપચારથી પુરુષાર્થ છે. આથી ચાર પુરુષાર્થોમાં મેક્ષ પુરુષાર્થ જ મુખ્ય છે.
સંસારનું સુખ દુઃખસ્વરૂપ જ છે.
પ્રશ્નઃ-મેક્ષમાં અન્ન-પાન, રેડિયે, સ્ત્રી, મોટર, બંગલે વગેરે સુખનાં સાધનો ન હોવાથી સુખ કેવી રીતે?
ઉત્તર અહીં જ તમે ભૂલે છે. અન્ન-પાન, સ્ત્રી આદિ સુખનાં સાધન છે જ નહિ. કારણ કે સુખ તે છે કે, જે સદા રહે, જેને અનુભવ કરવામાં જરા ય ભય ન હોય, જે ઈચ્છા કર્યા વિના પ્રાપ્ત થાય, જેના માટે બાહ્ય કેઈ સાધનની જરૂર ન પડે. આવું સુખ આત્મામાં રહેલું છે. આથી મેક્ષમાં તે સુખને અનુભવ થાય છે. બાહ્ય સાધનથી પ્રાપ્ત થતું સુખ આનાથી વિપરીત છે. બાહા સાધનથી થતું સુખ કૃત્રિમ સાંયોગિક છે. આથી જ બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org