________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન –મોક્ષ કેઈપણ પ્રમાણથી સિદ્ધ થતો ન. હેવાથી તેના માર્ગનું નિરૂપણ આકાશ-કુસુમને મેળવવાના ઉપાયના વર્ણનની જેમ નિરર્થક છે.
ઉત્તર :–સર્વજ્ઞ–સંપૂર્ણ જ્ઞાની ભગવંતે મોક્ષને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે એટલે મોક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. અપૂર્ણ જ્ઞાનવાળા અને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન. હેવા છતાં યુક્તિથી–અનુમાનથી તે સિદ્ધ થઈ શકે છે. સંસારી જીવમાં દેખાતી સુખની તરતમતા મોક્ષને દ્ધિ કરે છે. સંસારી જીમાં દેખાતા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઈએ. એગી આત્માઓ પાસે ભોગનાં . સાધનો ન હોવા છતાં તેઓ ભેગી જી કરતાં અધિક સુખને અનુભવ કરે છે. યોગીઓમાં પણ સુખની તરતમતા હોય છે. સુખની આ તરતમાતાની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઈએ. જ્યાં જ્યાં તરતમતા હોય છે ત્યાં ત્યાં પરાકાષ્ઠા અવશ્ય હાય છે. ચંદ્રના પ્રકાશમાં બીજ, ત્રીજ વગેરે દિવસામાં તરતમતા છે તે પૂનમના દિવસે તે પરાકાષ્ઠાએ પહોંચે છે, તેમ આત્મસુખની પણ પરાકાષ્ઠા હેવી જોઈએ. આત્મસુખની પરાકાષ્ઠા તે જ મોક્ષ. આત્મસુખની પરાકાષ્ટાને અનેક જીવ પામેલા છે અને હજી પામશે. આતપ્રણીત આગામે માં મેક્ષનું વિધાન હોવાથી આગમ–પ્રમાણથી પણ મેક્ષ સિદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, યુક્તિ-અનુમાન અને આગમ પ્રમાણથી મેક્ષની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન –ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ કેમ? ઉત્તર:–સંસારના સર્વ જી સુખને ઈરછે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org