________________
(૨૦)
પાતાળમાં ભરાયેલા સુકેશને ઇંદ્રાણી નામે સ્ત્રીથી માળી, સુમાળી ને માહ્યવાન નામે ત્રણ પુત્રા થયા. ને કિષ્કિંધીને સુમાળાથકી આદિત્યરજા ને રૂક્ષરજા એ એ પરાક્રમી પુત્રો થયા. સુકેશના પુત્રાએ લકાની પોતાની ગાદીની વાત સાંભળીને ક્રોધથી જ્વલિત થતા લકામાં આવીને નિર્ધાત ખેચરની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં એ ખેચરને મારી નાખીને માળી લંકા નગરીના રાજા થયે. ને પેાતાના મિત્ર આદિત્યરજાને માળી રાજાએ કિકિયીના કહેવાથી કિષ્કિંધાની ગાદી ઉપર બેસાડ્યો. બન્ને જણાએ પિતાની ગુમાવેલી રાજ્યગાદી પુન: પ્રાપ્ત કરી અને નિર તર સુખ ભોગવવા લાગ્યા.
વૈતાઢય પર્વત ઉપરના રથનુપુર નગરના રાજા અશિનવેગના પુત્ર સહસ્ત્રારને ઇંદ્ર નામે પુત્ર ઉત્પન્ન થયા. સાક્ષાત્ તે ઇંદ્ર જેવા પરાક્રમી થયેા. યાવનવય આવતાં જ પિતાએ એને ગાદી સોંપી દીધી, એટલે એ પરાક્રમી ઇંદ્રે સર્વે વિદ્યાધર રાજાઓને લીલા માત્રમાં જીતી લીધા તે પેાતાને સાક્ષાત્ ઇંદ્ર માનવા લાગ્યા. ઇંદ્રની માફ્ક ચાર દિગ્પાલા, સાત સેના, ત્રણ પ્રકારની પદા, વાયુધ, ઐરાવણુ હાથી, રભાદિક વારાંગનાઓ, બૃહસ્પતિ નામે મત્રી અને નેગમેષી નામે સેનાપતિ એમ સ તેણે સ્થાપન કર્યું. એણે સેામ વિદ્યાધરપતિને પૂર્વ દિશાના દિગ્પાલ કર્યાં. યમરાજાને દક્ષિણ દિશાના દિગ્પાલ કર્યા. વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાના ક્રિપાલ કર્યો ને કુબેર વિદ્યાધરપતિને ઉત્તર દિશાને. એવી રીતે ઇંદ્રની માફક પેાતાને ઈંદ્ર માનતે તે રાજ્ય કરતા હતા. તેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com